Ind VS Aus: ટીમ ઈન્ડિયાના ઑપનર યશસ્વી જયસ્વાલે પર્થ ટેસ્ટમાં મોટો રેકોર્ડ તોડતા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 1 કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આજે ટેસ્ટ મેચના બીજા દિવસે યશસ્વીએ ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર મિચેલ સ્ટાર્કને મેદાનમાં ઉશ્કેર્યો હતો.
હકીકતમાં ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગ્સ દરમિયાન જ્યારે યશશ્વી જયસ્વાલ ક્રિઝ પર રમી રહ્યો હતો. જ્યારે ઑસ્ટ્રિલિયન ફાસ્ટ બૉલર 140ની ગતિએ બૉલ ફેંકી રહ્યો હતો. 19મી ઑવરમાં યશશ્વીએ ચોક્કો ફટકારતા ઑસ્ટ્રિલિયન ફાસ્ટ બૉલર યશશ્વી તરફ ડોળા કાઢીને જોવા લાગ્યો હતો. જેથી ભારતીય બેટ્સમેને પણ તેને ઉશ્કેરતો હોય તેમ રોકડું પરખાવતા જણાવ્યું કે, તુ બહું ધીમો છે.
કાંગારું બૉલર પોતાની સ્વિંગ અને સીમ ઉપરાંત બૉલિંગ સ્પીડને લઈને જાણીતો છે. સ્ટાર્કની બૉલિંગ પર દિગ્ગજ બેટ્સમેનોને પણ શોર્ટ રમવામાં તકલીફ પડતી હોય છે. એવામાં જયસ્વાલ દ્વારા સ્ટાર્કને ઉશ્કેરવો તેની રણનીતિનો એક ભાગ હતો. જેથી આવેશમાં આવીને સ્ટાર્ક પોતાની લય ગુમાવી બેસે અને ખરાબ બૉલ ફેંકે, જેથી જયસ્વાલ તેને સરળતાથી બાઉન્ડ્રી બહાર મોકલી શકે.
જણાવી દઈએ કે, યશસ્વી જયસ્વાલ પહેલી વખત ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. પર્થ ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં ટીમ ઈન્ડિયાના અન્ય બેટ્સમેનની જેમ યશસ્વી પણ કંઈ ખાસ કમાલ નહતો કરી શકો. જો કે બીજી ઈનિંગ્સમાં યશસ્વીએ શાનદાર કમબેક કરતાં મેદાનની ચોતરફ શોર્ટ ફટકાર્યા હતા.
Yashasvi Jaiswal to Mitchell Starc:
— Siggmaan (@Siggmaan) November 23, 2024
" Hey Mitchie you are getting too slow"pic.twitter.com/BrLlBW78kI
આટલું જ નહીં, જયસ્વાલ ટેસ્ટમાં પ્રથમ વખત સ્ટાર્કના બૉલનો સામનો કરી રહ્યો છે. પ્રથમ ઈનિંગ્સમાં સ્ટાર્કના બૉલ પર જ યશસ્વી આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.
