Bhadravi Poonam 2025: ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા યાત્રિકોને સુખ અને સુવિધા મળી રહે તે માટે વહીટીતંત્ર કટિબધ્ધ બન્યુ છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મા જગદંબાના દર્શને આવતા યાત્રાળુઓની સુખ અને સુવિધા માટે વિવિધ સ્થળોએ વિશાળ વોટર પ્રૂફ વિશ્રામ સ્થળની સુંદર વ્યવસ્થા ઉભી કરાઈ છે.

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શ્રધ્ધાળુઓ માટે રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિસામા માટે 4 ડોમની વ્યવસ્થા કરાઈ છે. જેમાં આ ડોમમાં પ્રત્યેક યાત્રાળુઓના રજિસ્ટ્રેશન સહિતની અનોખી વ્યવસ્થા કરાઇ છે. ચાર વિશાળ ડોમમાં ટોઇલેટ, પીવાનું શુધ્ધ પાણી, ગરમ પાણી, પથારી, આરોગ્ય સુવિધા, મોબાઇલ ચાર્જીંગની સુવિધા સાથે પ્રત્યેક વિશ્રામ સ્થળમાં સ્વચ્છતા અને યાત્રિકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

વિશ્રામ ડોમમાં યાત્રાળુઓ માટે બેડની સુવિધા, શૌચાલય, સીસી ટીવી કેમેરા, મોબાઇલ ચાર્જીંગની વ્યવસ્થા, હાઉસકીંપીગની સર્વિસ, સાઇનેઝીસ, ફ્રલોર કાર્પેટ, ફ્લેગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઇલેક્ટ્રીશિયની વ્યવસ્થા અને અગ્નિશામક સાધનો તેમજ પ્લાસ્ટિક ક્રસર સહિતની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવાઈ છે. યાત્રિકો માટે રહેઠાણ, પાણી, ખોરાક, આરોગ્ય સહિતની તમામ સેવાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જે માટે તેમણે સરકારનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.

મેળા દરમિયાન યાત્રિકો માટે હંગામી વિશ્રામ સ્થળ
અંબાજીથી હડાદ રોડ ઉપર: (1) કામાક્ષી મંદિર સંકુલ અંદર (2) કામાક્ષી મંદિરની બહાર (3) કામાક્ષી સામે ભા. પૂ. મેળા ઓફિસની બાજુમાં પ્રાઇવેટ પ્લોટમાં (4) અંબાજીથી 13 કી.મી દૂર (રાણપુર ઘાટી) (5) હડાદ પોલીસ સ્ટેશનની આગળ તથા બાજુમાં (6) ડી. કે. ત્રિવેદી બંગલાની સામે
અંબાજીથી દાંતા રોડ ઉપર: (1) વ્યંકટેશ માર્બલની બાજુમાં (2) મીનરલ વોટર પ્લાન્ટની આગળ (પાન્છા) (3) આદર્શ નિવાસી શાળા, દાંતા
અંબાજી ગામમાં હંગામી વિસામા: (1) પોલીસ સ્ટેશનની બાજુમાં જૂની કોલેજના મેદાનમાં (2) અંબિકા ભોજનાલયના આગળના ભાગમાં (3) શક્તિદ્વારની સામે જન સુવિધા સંકુલની બાજુમાં (4) બસ સ્ટેશનની અંદર મલ્ટી-પરપઝ ડૉમ (5) દિવાળીબા ગુરુભવનની બાજુમાં (6) હરણેશ્વર મંદિરની બાજુમાં 51 શક્તિપીઠ સર્કલ
અંબાજીથી ગબ્બર રૉડ હંગામી વિસામા: (1) ગબ્બર ચઢવાના પગથિયાની બાજુમા પાર્કિંગ નં-1 (2) વનકવચ (ફોરેસ્ટ)ની આગળ (3) આપેશ્વર મહાદેવ મંદિરની સામે
કાયમી યાત્રિક શેડની માહિતી
(1) ટીંબાચુડી (છાપીથી મગરવાડા માર્ગ પર) (2) ભાગળપીપળી (પાલનપુરથી ધાણધા માર્ગ પર) (3) જલોત્રા (પાલનપુર- અંબાજી માર્ગ પર) (4) મેરવાડા (પાલનપુર-અંબાજી માર્ગ પર) (5) ભાલુસણા (સિધ્ધપુર-અંબાજી માર્ગ પર) (6) આંબાઘાટા (સતલાસણા-અંબાજી માર્ગ પર) (7) નવાવાસ (સતલાસણા-અંબાજી માર્ગ પર ) (8) દાંતા મુકામે પી.ડબલ્યુ.ડી.ના વિશ્રામગૃહ પાસે (દાંતાથી અંબાજી માર્ગ પર) (9) વસી રપટ (દાંતાથી અંબાજી માર્ગ પર) (10) ત્રિશુળીયા ઘાટ મંદિરની બંને બાજુ (દાંતાથી અંબાજી માર્ગ પર) (11) બાવળકાંઠીયા (ખેડબ્રહ્માથી અંબાજી માર્ગ પર) (12) માંકણચંપા મુકામે(ખેડબ્રહ્માથી અંબાજી માર્ગ પર) (13) આપેશ્વર મહાદેવ મંદિર સામે (અંબાજીથી ગબ્બર માર્ગ પર)