Banaskantha: ચૌધરી સમાજના યુવક સાથે આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કરનાર રાધનપુરના સીનાડ ગામની લોકગાયિકા કિંજલ રબારીને (Kinjal Rabari) તેના પરિવારને સોંપી દેવામાં આવી છે.
ચૌધરી અને રબારી બન્ને સમાજના આગેવાનો દ્વારા મધ્યસ્થી કરીને આ સમગ્ર વિવાદનો સુખદ અંત લાવવામાં આવ્યો છે, ત્યારે રબારી સમાજના અગ્રણી ઠાકરશી રબારીને (Thakarshi Rabari) સોશિયલ મીડિયામાં ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આવા તત્વોને ઠાકરશી રબારીએ આકરા શબ્દોમાં ઝાટકી નાંખ્યા છે.
આ પણ વાંચો
મેં હથિયારો મૂકી દીધા છે, પરંતુ ચલાવવાનું ભૂલ્યો નથી
હકીકતમાં વડગામના એક ચૌધરીએ સોશિયલ મીડિયામાં ઠાકરશી રબારી વિરુદ્ધ કોમેન્ટ કરી હતી. જેને લઈને ઠાકરશી રબારીએ જણાવ્યું કે, મારા વિરુદ્ધ કોમેન્ટ કરતાં પહેલા વિચારી લેજો. હું પણ ચૌધરી સમાજની સાથે જ છું.
હું કોઈ સમાજનો વિરોધી નથી, દરેક સમાજનો ભાઈ બનીને તેમની ઢાલ બનીને લડવા માટે તૈયાર છું. આથી મારા વિરુદ્ધ બેફામ ભાષામાં લખવાની જગ્યાએ મર્યાદામાં રહેજો. મેં હથિયારો ભલે મૂકી દીધા હોય, પરંતુ ચલાવવાનું હજુ ભૂલી નથી ગયો.
આ સાથે જ ઠાકરશી રબારીએ વિનંતી કરી છે કે, જે કોઈ સમાજ-સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવવા માટે આવી કોમેન્ટ કરતાં હોય તો તેમણે બંધ કરી દેવી જોઈએ. મારી લાગી પાટીદાર અને ચૌધરી સહિત સર્વ સમાજની સાથે છે. જે યુવાનાનો વાતાવરણ ડહોળવાનું કામ કરે છે, તેઓ બેફામ ના બને.
દીકરીઓ મા-બાપ કલંકિત થાય તેવું પગલું ના ભરે
વધુમાં ઠાકરશી રબારીએ તમામ દીકરીઓના મા-બાપ વતી સરકારને લગ્ન અંગેનો કાયદો લાવવાની વિનંતી કરી છે. તેમજ સર્વ સમાજની દીકરીઓને અપીલ કરતાં જણાવ્યું કે, તમારા મા-બાપ કલંકિત થાય તેવું ના કરશો. મા-બાપની હાજરીમાં ચૌરી અગ્નિની સાક્ષીએ ચાર ફેરા ફરીને લગ્ન કરવા, એજ સનાતન ધર્મની સંસ્કૃતિ છે.
