Banaskantha: થરાદમાં રાજસ્થાનના પ્રેમીપંખીડાએ કેનાલમાં કૂદી મોત માંગ્યું, એકબીજા સાથે હાથ બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યા

બન્ને પ્રેમી પંખીડા મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના વતની અને થરાદના ડોડગામમાં ભાગીયા તરીકે કામ કરતા હતા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 03 Jun 2025 06:54 PM (IST)Updated: Tue, 03 Jun 2025 06:55 PM (IST)
banaskantha-news-lover-suicide-by-jump-to-death-in-narmada-canal
Spot Visual
HIGHLIGHTS
  • થરાદમાંથી પસાર થતી નર્મદા કેનાલ બની સ્યુસાઈડ પૉઈન્ટ

Banaskantha: બનાસકાંઠા જિલ્લાના થરાદમાંથી પસાર થતી નર્મદા કેનાલ સ્યુસાઈડ પોઈન્ટ બની હોય, તેમ છેલ્લા કેટલાક સમયથી કેનાલમાં કૂદીને આપઘાતના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આજે પણ મૂળ રાજસ્થાનના પ્રેમી પંખીડાએ કેનાલમાં જંપલાવીને મોતને વ્હાલુ કર્યું હોવાનો બનાવ સામે આ્વ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, થરાદ તાલુકાની ખાનપુર નર્મદા કેનાલમાં યુવક અને યુવતીની લાશ તરતી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમતથી બન્નેના મૃતદેહો બહાર કાઢ્યા હતા. જેમાં યુવક અને યુવતીના હાથ રૂમાલ કે દુપટ્ટા વડે બાંધેલા જણાઈ આવ્યા હતા. જે બાદ પોલીસે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ મુકેશ માજીરાણા (ઉં.વ.20, રહે. સૂજા ગામ, સેંડવા તાલુકો, બાડમેર જિલ્લો, રાજસ્થાન) અને યુવતીની ઓળખ શારદા માજીરાણા (ઉં.વ. 20, રહે. હાથલા ગામ, સેંડવા તાલુકો, બાડમેર જિલ્લો) તરીકે થઈ છે. આ બન્ને થરાદ તાલુકાના ડોડગામમાં ભાગિયા તરીકે કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

થરાદ તાલુકાના ડોડગામમાં ભાગિયા તરીકે રહેતાં રાજસ્થાનનાં યુવક-યુવતીએ નર્મદા કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું છે. બે દિવસ પહેલાં ઘરેથી નીકળી ગયેલાં આ યુવક-યુવતીના મૃતદેહ આજે વહેલી સવારે થરાદની મુખ્ય નર્મદા કેનાલના ખાનપુર ફાટક પાસેથી મળ્યા હતા. મૃતક યુવક મુકેશ મલુકાજી માજીરાણા (ઉં.20) સુજા ગામનો અને યુવતી શારદા ભગાજી માજીરાણા (ઉં.21) હાથલા ગામની રહેવાસી હતી. બંને મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાનાં વતની હતાં.