Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં એક વૃદ્ધે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં વૃદ્ધે બીમારીથી કંટાળીને પોતાની જાત જલાવીને સળગતી હાલતમાં પાંથાવાડા હોસ્પિટલમાં પહોંચી ગયા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, પાંથાવાડામાં રહેતા દેવેન્દ્ર વાણીયા (65) આજે બપોરે પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને દિવાસળી ચાંપી હતી. જે બાદ સળગતી હાલતમાં જ પાંથાવાડ રેફરલ હોસ્પિટલમાં દોડી ગયા હતા.
આ પણ વાંચો
આ દ્રશ્ય જોઈને હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે હોસ્પિટલ સ્ટાફે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક આગ બુઝાવીને વૃદ્ધને પ્રાથમિક સારવાર આપી હતી.
બીજી તરફ આ બાબતની જાણ થતાં પાંથાવાડા પોલીસની ટીમ પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી. જો કે વૃદ્ધની હાલત ગંભીર જણાતા તેમને વધુ સઘન સારવાર માટે ગંભીર હાલતમાં પાલનપુરની હોસ્પિટલ ખસેડ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં દેવેન્દ્ર વાણીયા લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. જેનાથી કંટાળીને તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું અનુમાન છે.
