Bhadarvi Poonam Fair: ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાદરવી પૂનમ મહા મેળાના બીજા દિવસે અંબાજી પધાર્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અંબાજીમાં વિવિધ સેવાકેમ્પની મુલાકાત લઈ સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
મુખ્ય કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સંચાલિત મુખ્ય કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી. તેમજ સીસીટીવી સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. AI ટેક્નોલોજીના સમન્વયથી અસામાજિક પ્રવૃત્તિઓ પર બાજ નજર અને મેળામાં દરેક યાત્રિક ભય વિના હરી ફરી શકે અને નિર્ભય બની દર્શન કરી શકે એ વ્યવસ્થાને બિરદાવી રાજ્ય સરકારે માઈ ભક્તો માટે કરેલી વ્યવસ્થાઓ અને આયોજન અંગે જણાવ્યું હતું. ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યસભાના સાંસદ મયંક નાયકની સાથે અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ ભાદરવી પૂનમ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી.
માઈભક્તોની સલામતી, અમારો સંકલ્પ ! 🙏🏻
— Harsh Sanghavi (@sanghaviharsh) September 2, 2025
✅ શક્તિપીઠ અંબાજીમાં આયોજિત ભાદરવી પૂનમના મહામેળામાં આવતા ભાવિકો અને પદયાત્રીઓની સુરક્ષા માટે વિશેષ રીતે તૈયાર કરાયેલા પોલીસ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું.
✅ ડ્રોન - સી.સી.ટી.વી., આધુનિક ટેકનોલોજીથી… pic.twitter.com/K1JnP4xLjK
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા વહીવટીતંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા યાત્રિકોની સુવિધા માટે કરવામાં આવેલ વ્યવસ્થાઓને બિરદાવી ટીમ બનાસ અને સેવા કૅમ્પોના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.