Bilimora Bullet Train Station Update: નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની કામીગીરી પૂરજોશમાં ગુજરાતમાં ચાલી રહી છે. બ્રિજ બાંધવાની કામગીરીથી લઇને સ્ટેશન નિર્માણ સુધીની કામગીરી વાયુવેગે કરવામાં આવી રહી છે. આ હાઇસ્પીડ રેલનો ટ્રાયલ રન 2026માં કરવામાં આવનારો છે. આ ટ્રાયલ રન બીલીમોરા અને સુરત વચ્ચે કરવામાં આવશે. સુરતમાં સ્ટેશનનું નિર્માણ આગળ વધી રહ્યું છે. ત્યારે જાણીએ કે નવસારી જિલ્લામાં આવેલા બીલીમોરામાં કેવું હશે બુલેટ ટ્રેનનું સ્ટેશન કેટલે પહોંચ્યું છે સ્ટેશનના નિર્માણનું કામ તે અંગે જાણીએ.
કેવું હશે બુલેટ ટ્રેનનું બીલીમોરા સ્ટેશન
બીલીમોરા શહેર કેરીના બગીચાઓ માટે જાણીતું છે અને તેથીજ આ સ્ટેશનના આગળના ભાગની થીમ કેરીના બગીચાઓ પરથી પ્રેરિત છે. જ્યારે સ્ટેશનની અંદર મુસાફરોને કૂદરતી પ્રકાશ અને હવા મળી રહે એ પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે. આ સ્ટેશન બીલીમોરાના કેસાલી ગામ પાસે 38,394 સ્કેવરમીટરમાં બનાવવામાં આવી રહ્યું છે. સ્ટેશનનું કોનકોર્સ ગ્રાઉન્ડ ફ્લોર પર અને પ્લેટફોર્મ ફર્સ્ટ ફ્લોર પર બનાવવામાં આવશે. બન્ને સાઇડ પ્લેટફોર્મ હશે અને વચ્ચે ટ્રેનના ચાર ટ્રેક હશે.આ સ્ટેશનની ઉંચાઇ 20.5 મીટરની આસપાસ હશે.

સ્ટેશનમાં કેવા પ્રકારની હશે સુવિધા
બુલેટ ટ્રેનના બીલીમોરા સ્ટેશનમાં કેવા પ્રકારની સુવિધા આપવામાં આવશે તે અંગે જાણીએ તો, આ સ્ટેશનમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સ્ટેશનમાં સિક્યોરિટી ચેક, કસ્ટમર કેર, વેઇટિંગ એરિયા, રેસ્ટરૂમ, લિફ્ટ્સ, એસ્કેલેટર, બિઝનેસ ક્લાસ લોન્જ, ચાઈલ્ડ કેર ફેસિલિટી અને કન્વીનિયન્સ સ્ટોર્સ વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવશે. આ સ્ટેશનથી બીલીમોરા રેલવે સ્ટેશન 6 કિ.મી., બીલીમોરા બસ સ્ટેશન 6 કિ.મી, ગણદેવી રેલવે સ્ટેશન 5 કિ.મી, બીલીમોરા-ચીખલી રોડ 1.8 કિ.મી અને દિલ્હી-મુંબઇ નેશનલ હાઇવે 9 કિ.મી.ના અંતરે છે.
Hop aboard here for the future of transportation!
— Ministry of Railways (@RailMinIndia) March 15, 2024
Bilimora #BulletTrain Station picks up pace with the completion of 375m rail-level slab out of 450m. pic.twitter.com/bcYXfVZqJj
કેટલે પહોંચ્યું છે બીલીમોરા સ્ટેશનનું કામ
હાઇસ્પીડ રેલ કોરિડોર દ્વારા મુંબઇ અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોરમાં વેગવંતી ઝડપે કાર્ય કરવામાં આવી રહ્યું છે. બુલેટ ટ્રેન માટે રાજ્યમાં વિવિધ નદીઓ પર બ્રિજનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે અથવા તો અમુક નદીઓ પર કામ પ્રગતિમાં છે. રેલવે સ્ટેશનના કામ પણ આગળ વધી રહ્યાં છે. આજે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બીલીમોરા સ્ટેશનની કામગીરી અંગે ટ્વીટ કરીને ટૂંકી વિગત જણાવી છે. જેમાં તેમણે જણાવ્યું છેકે, બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ પ્રગતિમાં છે અને 450 મીટરમાંથી 375 મીટર રેલ-લેવલ સ્લેબની કામગીરી પૂર્ણ કરવાની સાથે નિર્માણની દિશામાં ગતિ પકડી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
