Narmada: લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના નિમિત્તે, આગામી તા. 31 ઓક્ટોબર, 2025ના રોજ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે. આ અવસરે એકતા નગર ખાતે તા. 15 નવેમ્બર, 2025 સુધી ચાલનારા 'એકતા પ્રકાશપર્વ' માં મોટી સંખ્યામાં યુવા પ્રવાસીઓ લહાવો લઈ વિવિધ સ્થળે સેલ્ફી ફોટો લઈ રહ્યાં છે.
એકતા પ્રકાશપર્વનું આનંદ લેતા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જયંતિભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, મારાં પરિવાર સાથે અહીં આવ્યો છુ, જ્યાં સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણી માટે અનેક પ્રકારની તૈયારીઓ થઈ રહી છે. જે અમે નજરે નિહાળી અને ઉત્સુકતા જોઈને ઘણો આનંદ થયો છે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સમગ્ર વિશ્વમાં ગુજરાતની ઓળખ બની ગઈ છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અદભૂત કામ કર્યું છે. અહીં સલામતી અને સુરક્ષાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે, તે માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.
આ અવસરે મુંબઈથી આવેલા મુતન મનોજ વાંકોડે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવીને આનંદની લાગણી અનુભવુ છું. મારી સાથે મહારાષ્ટ્રમાંથી પણ ઘણા લોકો આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરદાર પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવી છે, તે જોઈને ગર્વની લાગણી થાય છે. સરદાર પટેલનું સ્મારક બનાવી એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે તે બદલ હું દિલથી આભાર વ્યક્ત કરું છું.
એકતા પ્રકાશપર્વમાં દિવાળી અને શાળાની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભારે ભીડ હોવાને ધ્યાનમાં રાખીને, CISF એ વધારાની સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન માટે પહેલાથી જ અસરકારક વ્યવસ્થાપન માટે કરી હતી, જેના પરિણામે પ્રવાસીઓનો પ્રવાસ સુગમ રહ્યો છે.
યુનિટ કમાન્ડર ભિષેક કુમાર સાહુના નેતૃત્વમાં, CISF એ સુરક્ષા અને પ્રવાસીઓની સુવિધામાં કોઈ સમાધાન ન કરવાની વાત કરી. શુક્રવારે, આશરે 45,000 પ્રવાસીઓ અને કુલ 200,000 મુલાકાતીઓએ એસઓયુની મુલાકાત લીધી, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે. CISF કર્મચારીઓ દ્વારા ભીડ દરમિયાન ગુમ થયેલા બાળકો, સામાન અને કિંમતી વસ્તુઓને સુરક્ષિત રીતે પરત મેળવી આપી હતી. તેમજ સિનિયર સીટીઝનો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે.
કર્મચારીઓએ તમામ પ્રવાસીઓની સુવિધા સુનિશ્ચિત કરવા માટે સરાહનીય કામગીરી કરી રહ્યાં છે. આ અવસરે CISF દ્વારા યુનિટી પરેડ ડેનું રિહર્સલ અને ભારત અને વિદેશથી આવેલા VVIP મહેમાનોની સુરક્ષા પણ સફળતાપૂર્વક સુનિશ્ચિત કરી હતી. CISF, તેના સમર્પણ, શિસ્ત અને તત્પરતા સાથે, સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલમાં એક મજબૂત સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવાનું કામ કરે છે.
