Narmada rain: નર્મદા જિલ્લા પર મેઘરાજા મહેરબાન, સાગબરા તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

રાજ્યમાં આજે વહેલી સવારથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. અનેક તાલુકામાં હળવાથી લઇને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Fri 27 Sep 2024 11:13 AM (IST)Updated: Fri 27 Sep 2024 11:18 AM (IST)
gujarat-rain-news-rainfall-continues-in-narmada-district-see-rainfall-data-of-other-talukas-403361

Narmada rainfall data: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી વરસાદ ચાલું છે, જેમાં રાજ્યમાં સવારના 6 વાગ્યાથી લઇને અત્યાર સુધીમાં 65 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લામાં ખાબક્યો છે. અમે તમને નર્મદા જિલ્લાના વરસાદના આંકડા વિશે જાણકારી આપીશું

નર્મદા જિલ્લાના વરસાદના આંકડા (Narmada rainfall data)

નર્મદા જિલ્લામાં મેઘરાજા આજે વહેલી સવારથી મન મૂકીને વરસી રહ્યા છે. જેમાં સૌથી વધુ જિલ્લાના સાગરબરા તાલુકામાં 2.24 ઇંચ વરસાદ વરસ્યો છે. અન્ય તાલુકાના વાત કરવામાં આવે તો, ડેડિયાપાડામાં 0.16 ઇંચ, નાંદોદમાં 1 મીમી અને ગરુડેશ્વરમાં 1 મીમી વપસાદ નોંધાયો છે.

ગુજરાતમાં આજે હવામાન વિભાગની આગાહી (Meteorological department forecast)

આજે ભાવનગર અને વલસાડમાં અતિ ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નર્મદા, નવસારી, તાપી, છોટા ઉદેપુર, ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.