Gujarat Rain News: રાજ્યમાં વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસ્યા, અમદાવાદ, બાબરા સહિત અનેક વિસ્તારમાં વરસાદ ચાલું

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજે વહેલી હળવાથી લઇને ભારે સવારથી વરસાદ ચાલું છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Fri 27 Sep 2024 09:27 AM (IST)Updated: Fri 27 Sep 2024 10:37 AM (IST)
it-has-been-raining-in-gujarat-since-morning-it-is-raining-in-many-areas-including-ahmedabad-and-babra-403295

Today weather in Gujarat: હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં વરસાદને લઇને આગાહી કરી હતી, તે મુજબ છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યનાં અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં આજે વહેલી સવારથી પણ અનેક વિસ્તાપમાં હળવાથી લઇને ભારે વરસાદ પડી રહ્યો છે. સવારના છ વાગ્યાથી લઇને ત્યાર સુધીમાં 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

વહેલી સવારથી વરસાદ ચાલું

રાજ્યમાં આજે મેઘરાજા વહેલી સવારથી મન મુકીને વરસી રહ્યા છે. જેમાં રાજ્યમાં અંદાજીત 42 જેટલા તાલુકામાં હળવાથી લઇને ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદની વાત કરવામાં આવે તો, અમરેલીના બાબરામાં 1.6 ઇંચ, ચુડામાં 0.79 ઇંચ, ભેસાણમાં 0.71 ઇંચ, કુંકાવાવમાં 0.59 ઇંચ, ઉંમરપાડામાં 0.59 ઇંચ, રાણપુરમાં 0.59 ઇંચ, વઢવાણમાં 0.39 ઇંચ, વિસાવદરમાં 0.39 ઇંચ અને અમરેલીમાં 0.31 ઇંચ વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકનો વરાસાદ (Rain in Gujarat)

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઇકાલે એટલે કે તારીખ 26 સપ્ટેમ્બરના રોજ રાજ્યના 212 તાલુકામાં હળવાથી લઇને અતિભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ વ્યારામાં 211 મીમી, સોનગઢમાં 159 મીમી, વિસાવદરમાં 152 મીમી, ઘોઘોમાં 151 મીમી, પાલિતાણામાં 110 મીમી, વાપીમાં 109 મીમી, વલ્લભીપુરમાં 107 મીમી અને પારડીમાં 106 મીમી વરસાદ ખાબક્યો હતો.

ગુજરાતનું આજનું હવામાન (Today weather in Gujarat)

વલસાડમાં અતિથી અતિભારે જ્યારે સુરત, ડાંગ, તાપી,નવસારી અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમજ અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ગીર સોમનાથ અને ભાવનગરમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.