Vadtal Dham Janmashtami 2026: ધોલેરાધામ શ્રી મદનમોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ વડતાલ મંદિર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણનો 5247મો જન્મોત્સવ ખૂબ જ ભવયાતી ભવ્ય અને ભારે ઉત્સાહ સાથે ઉજવાશે. આ પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા સાથે હરિભક્તો દ્વારા ભવ્યાતિભવ્ય રાસોત્સવ પણ ઉજવાશે.
આ અંગે વિગતો આપતા વડતાલ મંદિરના ચેરમેન ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું કે, ધોલેરાધામ મદનમોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા 5000 વર્ષના વહાણા વહી ગયા હોવા છતાં આજે શ્રીકૃષ્ણ પરમાત્મા લોક હૈયામાં ધબકે છે મહાલે છે. એજ શ્રીજીનું સાચુ ઐશ્વર્ય છે એજ સાચી ભક્તિ છે.
આ પ્રસંગે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણનું ષોડશોપચારથી પૂજન કરવામાં આવશે્. મંદિરના ભૂદેવ ધીરેનભાઈ પૂજાવિધિ કરાવશે. જે બાદ રાત્રિના બરાબર 12 કલાકે મહારાજ ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણાની આરતી ઉતારશે.
આ પ્રસંગે આચાર્ય મહારાજની સાથે ચેરમેન ડો. સંત સ્વામી તથા મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામીના હસ્તે ચોકલેટની ઉછામણી કરવામાં આવશે. ખેડા જિલ્લાની ધર્મપ્રેમી જનતાને વડતાલના જન્માષ્ટમી મહોત્સવ તથા રાસોત્સવમાં ભાગ લેવા મંદિર દ્વારા ખાસ આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
