Vishv Umiyadham Janmashtami 2026:વિશ્વ ઉમિયાધામ ખાતે ભક્તિ અને હર્ષોલ્લાસ સાથે ‘શ્રી કૃષ્ણ જન્મોત્સવ’ની ભવ્ય ઉજવણી સંપન્ન

Vishv Umiyadham Janmashtami 2026:વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પવિત્ર જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિશ્વ ઉમિયાધામ, જાસપુર (અમદાવાદ) ખાતે આયોજિત ભવ્ય ‘શ્રી કૃષ્ણ જન્મોત્સવ’ ભારે ભક્તિભાવ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 05 Sep 2026 10:19 PM (IST)Updated: Sat, 05 Sep 2026 10:19 PM (IST)
grand-shree-krishna-janmotsav-celebrated-with-devotion-and-joy-at-vishv-umiyadham

Vishv Umiyadham Janmashtami 2026:વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પવિત્ર જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિશ્વ ઉમિયાધામ, જાસપુર (અમદાવાદ) ખાતે આયોજિત ભવ્ય ‘શ્રી કૃષ્ણ જન્મોત્સવ’ ભારે ભક્તિભાવ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો છે. "ભક્તિ, સૂર અને સમર્પણ સાથે જન્માષ્ટમીની સાંજ" અંતર્ગત ગત શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે 8 કલાકથી યોજાયેલા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આ મહોત્સવ દરમિયાન નીચે મુજબના વિવિધ આકર્ષક કાર્યક્રમો યોજાયા હતા.સાંસ્કૃતિક પ્રસ્તુતિ: કલાકારો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જીવન અને બાળલીલાઓ પર આધારિત મંત્રમુગ્ધ કરી દે તેવા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

મટકી ફોડ મહોત્સવ: ઉત્સાહી યુવા ભક્તોની ટોળીઓ દ્વારા પરંપરાગત ‘મટકી ફોડ’ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ‘ગોવિંદા આલા રે’ના નારાઓ સાથે સમગ્ર પરિસર ગુંજી ઊઠ્યું હતું.

ભજન જામિંગ અને ગરબાની રમઝટ: જાણીતા કલાકાર મિ. મૂન (Mr. Moon) દ્વારા રજૂ કરાયેલા વિશેષ ભજન જામિંગ અને રાસ-ગરબાના તાલે સૌ શ્રદ્ધાળુઓ મોડી રાત સુધી ભક્તિના આનંદમાં ઝૂમી ઊઠ્યા હતા.

કાર્યક્રમના અંતે મધ્યરાત્રિએ કૃષ્ણ જન્મની મહાઆરતી સંપન્ન થઈ હતી અને સૌ ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ ઉમિયાધામ પરિવાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ પધારેલા તમામ ધર્મપ્રેમી ભક્તો, કલાકારો, સ્વયંસેવકો અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.