શિક્ષાપત્રી જીવનની આચાર સંહિતા છે. શિક્ષાપત્રી જેવા ગ્રંથોમાં આપણું ભવિષ્ય રહ્યું છે. ઉપરોક્ત શબ્દોચ્ચારણ સાથે ગુજરાતના વિદ્વાન ભાગ્યેશભાઈ જહા અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમીએ ઉંડાણ પૂર્વક ધર્મ સમાજ અને ભવિષ્યની ચર્ચા કરી હતી. આચાર્યએ જણાવ્યું હતું કે, શિક્ષાપત્રી આપણી માર્ગદર્શિકા છે.. એથી વધુ જ્ઞાની થવાની જરૂર નથી અને શિથિલ થવાની પણ જરૂર નથી.. શાસ્ત્ર પ્રમાણે જીવનથી મુક્તિ મળે છે.

સરદાર પટેલ યુનિવર્સિટી અને સ્વામિનારાયણ મંદિર વડતાલના સંયુક્ત ઉપક્રમે તારીખ 4થી 6 ત્રિદિવસીય રાષ્ટ્રીય સેમિનારનો આજે પ્રારંભ થયો. ડો. સંતવલ્લભદાસ સ્વામીએ સ્વાગત પ્રવચન કર્યું હતું . આચાર્ય મહારાજ એવં અતિથિઓનું અભિવાદન સંતો મહંતોએ કર્યું હતું.
વડતાલધામના વર્તમાન ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, નિરંજનભાઈ પટેલ ઉપકુલપતિ - એસ પી યુનિ. કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી, ડો સંતવલ્લભદાસ સ્વામી, નૌતમપ્રકાશ સ્વામી, રજનીશ શુક્લ પૂર્વ કુલપતિ વર્ધા - ડો રમેશ કટારિયા - ઉપકુલપતિ ગોધરા - બળવંત જાની માનદ્ નિયામક વડતાલ, શૈલેષભાઈ સાવલિયા વગેરેના હસ્તે દીપપ્રાગટ્ય સાથે પરિસંવાદનો પ્રારંભ થયો. શિક્ષાપત્રી અને તેના લેખક સ્વામિનારાયણ ભગવાનનું પૂજન થયુ. ગત સેમિનારના પ્રોસેડીંગ બુકલેટનું વિમોચન થયું.
તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા વિદ્વાન અતિથિઓના અભિવાદન સાથે પ્રવચનમાળા કરવામાં આવી. ભાગ્યેશભાઈએ શિક્ષાપત્રીની વર્તમાન સમયની જરૂરિયાત વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. રજનીશ શુક્લજીએ શાસ્ત્રીય પરંપરાનુંસાર શિક્ષાપત્રીના શ્લોકોને મંત્રવદ્ આદરણીય કહીને તેને અનુરૂપ જીવતો વ્યક્તિ જ સંપ્રદાયના અનુયાયીઓ છે. એવુ મુક્તકંઠે કહ્યું ત્યારબાદ ડો બળવંતભાઈ જાનીએ શિક્ષાપત્રીના સિદ્ધાંતો અને જગતના વિદ્યમાન ધર્મોનું તુલનાત્મક વિશ્લેષણ કર્યું અને શિક્ષાપત્રી મૂલ્યોના આધારે સંપ્રદાય સૌથી વધુ સર્વગ્રાહી બની રહ્યો છે તેમ જણાવ્યું હતું.. અંતમાં મહેન્દ્રભાઈએ આભારવિધિ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો સચિન શર્માએ કર્યું હતું.