Nadiad News: પતિએ પત્નીને લંડન લઇ જઇ રુ. 15 લાખની કરી માંગણી, માંગણી પુરી ન થતા નરાધમ પતિએ પત્નીના બિભત્સ ફોટા અને વીડિયો કર્યા વાયરલ; પોલિસ ફરિયાદ નોંધાઇ

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 16 Mar 2024 09:24 AM (IST)Updated: Sat 16 Mar 2024 09:43 AM (IST)
nadiad-news-husband-demanded-rs-15-lakh-from-his-wife-demand-was-not-fulfilled-husband-went-viral-with-his-wifes-nude-photos-and-videos-a-complaint-was-registered-in-mahmudabad-police-station-300145

Nadiad Crime News: નડિયાદના મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામની યુવતીના લગ્ન 2022 માં કરોલીના નિમેશ ભગવાનભાઇ પટેલ સાથે થયા હતા. લગ્નના થોડા દિવસોમાં યુવતી તેના પતિના ત્રાસથી કંટાળીને પોતાના માવતર ચાલી ગઇ હતી. યુવતીના પરિવારજનોએ નિમેશને સમજાવતા યુવકે કહ્યું કે હવે તમારી દિકરીને હવે સારી રીતે સાચવીશ.

પત્નીના ફોટા અને વીડિયો વાયરલ કર્યા
2023માં પત્નીને વિદેશ લઇ ગયા પછી પતિએ તેની પાસે રુપિયા 15 લાખની માંગણી કરી હતી. આટલી મોટી રકમ યુવતી ન લાવી આપતા પતિએ તેને 11 માર્ચના રોજ લંડનથી ભારતમાં પોતાના વતનમાં મોકલી આપી હતી. તદ્દઉપરાંત પતિએ તેની પત્નીના બિભત્સ ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા.

પોલીસ ફરિયાદ નોંધવામાં આવી
તેમજ તેની સાળીને બિભત્સ વીડિયો મોકલી અને વીડિયો કોલ કરીને અપશબ્દો બોલતો હતો. યુવતીના પરિવારજન જમાઇની આવી હરકતોથી કંટાળીને યુવતીની માતા દ્રારા મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.