Mumbai-Ahmedabad Bullet Train: અમદાવાદ અને મુંબઈ વચ્ચેના પ્રોજેક્ટ પર કામ બુલેટ ગતિએ જ આગળ ધપી રહ્યું છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના જણાવ્યા અનુસાર, અત્યાધુનિક ટેક્નોલોજી અપનાવવાથી નદી પર પુલનું નિર્માણ ઝડપથી થઈ રહ્યું છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના જણાવ્યા અનુસાર પ્રોજેક્ટ હેઠળ કુલ 20 બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. બુલેટ ટ્રેન નર્મદા, સાબરમતી, માહી, કાવેરી, પૂર્ણા, અંબિકા, દરોથા, દમણ ગંગા, કોલક, મીંધોલા, અનુરાગ, ખરેરા નદીઓ પરથી પસાર થશે. તાપી, કીમ, ધાધર, વિશ્વામિત્રી, મોહર, વાત્રક અને મેશ્વોમાંથી સૌથી લાંબો પુલ નર્મદા ઉપર બાંધવામાં આવી રહ્યો છે. ત્યારબાદ તાપી અને માહી પરનો બ્રિજ લગભગ 720 મીટરનો હશે.
વાંચોઃ Bullet Train Project: નવસારી જિલ્લામાં નેશનલ હાઈવે – 48 પર 260 મીટર લાંબા PSC બ્રિજનું બાંધકામ પૂર્ણ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના ખેડા જિલ્લામાં વાત્રક નદી પર પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.
પુલની મુખ્ય વિશેષતાઓ:
- લંબાઈ: 280 મીટર
- 7 ફુલ સ્પાન ગર્ડર (દરેક 40 મીટર)નો સમાવેશ થાય છે
- થાંભલાઓની ઊંચાઈ - 9 મીટરથી 16 મીટર
- 3.5 મીટર અને 4 મીટર વ્યાસના 8 ગોળાકાર થાંભલા છે.
- આ પુલ આણંદ અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે છે. આ બંને સ્ટેશનો વચ્ચે મોહર નદી પર પુલનું નિર્માણ પણ પૂર્ણ થઈ ગયું છે.
- બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આયોજિત 24 નદી પુલમાંથી આ 10મો નદી પુલ છે.
- આ નદી રાજસ્થાનના ડુંગરપુર પહાડીઓમાંથી નીકળે છે અને મેઘરજ તાલુકાના મોયડી ગામ પાસે ગુજરાતમાં પ્રવેશે છે.
- વાત્રક નદી આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનથી 25 કિમી દૂર છે અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનથી 30 કિમીના અંતરે છે.
ભરૂચમાં નર્મદા નદી પર બુલેટ ટ્રેનના બ્રિજના નિર્માણમાં મુખ્ય બ્રિજની બંને બાજુ 8 મીટર પહોળાઈના 2 બ્રિજ બનાવવામાં આવ્યા છે. નર્મદા બ્રિજ પછી તાપી અને મહી બ્રિજ 720 મીટર લંબાઇ સાથે બીજા નંબરનો સૌથી મોટો બ્રિજ બનશે. ભરૂચ શહેરમાં નર્મદા નદી પરનો 1.2 કિલોમીટર લાંબો પુલ 508 કિલોમીટરના બુલેટ ટ્રેન કોરિડોરમાં સૌથી લાંબો પુલ બનશે.
