Kheda: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ આયોજીત શ્રી શિક્ષાપત્રી લેખન એવમ આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે ગૌરીવ્રતની પુર્ણાહુતિ નિમિત્તે 5 હજાર ઉપરાંત કન્યાઓને પારણારૂપે ભોજન કરાવવામાં આવ્યું હતું.
વડતાલ મંદિરના વહીવટી સૂત્રધારો પ્રતિ વર્ષ વડતાલની હાઇસ્કૂલ પ્રા.શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓને તથા પરા વિસ્તારની શાળાઓની ગૌરીવ્રતધારી કન્યાઓને પારણા રૂપે ભોજન કરાવવાનું સુંદર આયોજન વડતાલ સંત્થાન દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો
તા.13ને રવિવાર સવારે 9 થી 12 વાગ્યા સુધી મંદિર સંચાલિત શ્રીહરિકૃષ્ણ ભોજનાલયના બીજા માળે 5 હજાર કન્યાઓ દ્વારા સ્વામિનારાયણ મહામંતરની ધૂન કરવામાં આવી હતી. જે બાદ પારણા કરાવ્યા હતા.
હાઇસ્કૂલ તથા પ્રાથમિક શાળાના આચાર્યોએ વડતાલ મંદિરના ચેરમેન ડો.સંતસ્વામી, કોઠારી દેવપ્રકાશસ્વામી, મુનીવલ્લભસ્વામી તથાશ્યામવલ્લભસ્વામી અ્ને ભોજનાલયના સેવકો અને કર્મચારીઓનો આભાર માન્યો હતો. ભોજન બાદ દરેક કન્યાઓને બંટાગોળી (લાડુ પ્રસાદના પેકેટ આપવામાં આવ્યા હતા.)
ગૌરીવ્રતમાં કેળાની વેફર્સનું પણ વિતરણ
ગૌરીવ્રત નિમિત્તે વડતાલ તેમજ આજુબાજુના પરાવિસ્તારની 5 હજાર કન્યાઓને ગૌરીવ્રત નિમિત્તે કેળાની મોરી વેફર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
