Nadiad Road Closed: ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં સરદાર પટેલની પ્રતિમાંથી ડી. કે કવૈયા સુધીનો માર્ગ સંપૂર્ણ રીતે બંધ કરી દેવાયો છે. અહીં છેલ્લા 3 માસથી અધૂરી છોડી દેવાયેલી કાંસના નવીનીકરણની કામગીરી પુન:શરુ કરાતા વાહન વ્યવહાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રસ્તા પર અગાઉ ટુ વ્હીલર ચાલકો અવરજવર કરતા હતા. પરંતુ રાહદારીઓ માટે રસ્તાની સાઇડમાં ચાલે તેટલો માર્ગ રખાયો છે.
રસ્તો બંધ કરી દેતાં વાહનવ્યવહાર ઠપ
નડિયાદ મહાનગર પાલિકા દ્વારા સરદાર પટેલની પ્રતિમા નજીક ડ્રેનેજના નવીનીકરણ માટે મેઇન રોડની વચ્ચે ત્રણ મહિનાથી કામગીરી અધૂરી છોડી દેતાં લોકોને ઘણી મુશ્કેલી ભોગવવી પડતી હતી. મેઇન રોડની વચ્ચે લાઇન ખોદી નાખતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. રોડ પાસેની એક સાંકડી ગલીમાંથી ટુ વ્હીલર ચાલકો અને રાહદારીઓ ચાલતા હતા.
વાહનચાલકો અને લોકો મુશ્કેલીમાં મૂકાયા
વહીવટી તંત્રે પોતાની કામગીરી પુન:શરુ કરી દેતાં ડી.કે. કવૈયાથી સરદાર પટેલ સુધીનો રોડ હાલ બંધ કરાતાં શહેરીજનોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે. હવે શહેરીજનો આશા વ્યક્ત કરી રહ્યા છે કે, ડ્રેનેજ લાઈનની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તો વાહનવ્યવહાર શરુ થઈ શકે.
