Kheda: વડતાલ ગાદીના આચાર્ય સહિત 100 સંતોએ પ્રયાગરાજ ત્રિવેણી સંગમ ખાતે આસ્થાની ડૂબકી લગાવી

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય રાકેશપ્રસાદજી અને મુખ્ય કોઠારી સહિતના સંતોએ ષટતિલા એકાદશીના શુભદિને પ્રાત:કાળે પ્રયાગરાજ ખાતે ત્રિવેણીસંગમમા કુંભસ્નાન કર્યું

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 25 Jan 2025 08:34 PM (IST)Updated: Sat 25 Jan 2025 08:34 PM (IST)
kheda-news-swaminarayana-vadtal-dham-temple-sant-shahi-snan-at-triveni-sangam-465255
HIGHLIGHTS
  • સ્વામિનારાયણ મહામંત્રની ધૂન સાથે ત્રિવેણી સંગમે પહોંચ્યા

Kheda: ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવપ્રકાશસ્વામી મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભસ્વામી સહિત ધોલેરા, ગઢપુર, સાળંગપુર, જૂનાગઢ અને અમદાવાદના સંતોએ આજ રોજ શનિવારે ષટતિલા એકાદશીના શુભદિને પ્રાત:કાળે પ્રયાગરાજ ખાતે ત્રિવેણીસંગમમા કુંભસ્નાન કર્યું હતું.

સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણદેશ વિભાગ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ પ્રયાગરાજ ખાતે પહોંચ્યા હતા અને શનિવારે પ્રાત:કાળે ષટતિલા એકાદશીના શુભદિને પ્રયાગરાજના રાજમાર્ગો પર સ્વામિનારાયણ મહામંત્રની ધૂન સાથે ત્રિવેણી સંગમે પહોંચી સંતો સાથે પવિત્ર સ્નાન કર્યું હતું.

આ કુંભ સ્નાનમાં વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન દેવપ્રકાશસ્વામી, શાસ્ત્રી.પૂ.માધવપ્રિયદાસજીસ્વામી, છારોડી ગુરૂકુળ, મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજીસ્વામી, પૂ.શ્યામસ્વામી સહિત સંપ્રદાયના સંતો જોડાયા હતા. આચાર્ય મહારાજ, ચેરમેન દેવપ્રકાશસ્વામી તથા કોઠારી ડો.સંતસ્વામીએ જગતગુરૂ રામભદ્રાચાર્યજી મહારાજશ્રી તથા મહામંડલેશ્વર આચાર્ય અવધેશાનંદગીરીજી મહારાજ સાથે મુલાકાત કરી વિચાર ગોષ્ઠી કરી હતી. તેની પણ મુલાકાત લીધી હતી. સત્સંગ મહાસભાના પ્રમુખ નૌત્તમપ્રકાશદાસજીએ પણ પ્રયાગરાજમાં કુંભસ્નાન કર્યું હતું.