ખેડા પંથકમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ, ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 9 શખ્સોએ 3 વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું

પરવેઝે પોતાના મિત્રોને સગીરાના અતરંગ ફોટા અને વીડિયો બતાવતા તમામ વાયરલ કરવાની તેમજ પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપીને યૌન શોષણ કરતા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 17 Apr 2026 10:20 PM (IST)Updated: Fri, 17 Apr 2026 10:20 PM (IST)
kheda-news-minor-gang-raped-by-friends-after-video-blackmail-8-arrested
HIGHLIGHTS
  • ખેડા ટાઉન પોલીસે 8 આરોપીઓને ઝડપી પાડ્યા, 9 ફરારની તલાશ જારી

Kheda: ખેડા જિલ્લામાં સામુહિક દુષ્કર્મની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વિધર્મી દ્વારા સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવીને હવસનો શિકાર બનાવી હતી. આ સમયના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સગીરાને પોતાના મિત્રોના હવાલે કરી દીધી હતી. આ મામલે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

પરવેઝ પઠાણે સગીરાને પ્રેમજાળમાં ફસાવીને હવસનો શિકાર બનાવી

આ અંગે ખેડા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, આજથી ત્રણેક વર્ષ પહેલા ભોગ બનનાર 17 વર્ષીય સગીરા પરવેઝ પઠાણ નામના વિધર્મી યુવકના સંપર્કમાં આવી હતી.

પરવેઝે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે શારીરિક સબંધો બાંધ્યા હતા. આ દરમિયાન પરવેઝે પોતાના મોબાઈલમાં સગીરાના ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. આ વીડિયોના આધારે પરવેઝે સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતુ.

સગીરાના વાંધાજનક વીડિયો મિત્રોને બતાવ્યા

આરોપી પરવેઝે સગીરાના વાંધાજનક વીડિયો અને તસવીરો પોતાના મિત્રોને બતાવ્યા હતા. જેથી તેના મિત્રોએ પણ સગીરાને વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા કરી દેવાની તેમજ તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપીને શારીરિક શોષણ કર્યું હતુ.

આખરે આરોપીઓના અત્યાચારથી કંટાળીને સગીરાએ પોતાના પરિવારને આપવીતી કહેતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. જે બાદ પરિવારે હિન્દુ સંગઠનોનો સંપર્ક સાધ્યો હતો. જેમની મદદથી ખેડા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ ઘટનાની ગંભીરતાને જોતા હરકતમાં આવેલ ખેડા ટાઉન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી પરવેઝ પઠાણ ઉપરાંત તેના મિત્રો માહિર, ફૈઝાન, તૌફિક અને સાહિલ સહિત 9 ઈસમો વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે એક આરોપી ફરાર હોવાથી તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તેમજ પીડિચ સગીરાને મેડિકલ પરીક્ષણ કરાવવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.