Kheda: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે દેવોના રાજીપા અર્થે શનિવારે અમાસના શુભ દિને ધરમપુરના પરમ ભક્ત સ્નેહલભાઈ પ્રમોદભાઈ પટેલના યજમાન પદે 500 કિલો કેસર કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
આ અંગે વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું કે, દેવોના રાજીપા અર્થે ભક્તો દ્વારા ઋતુ પ્રમાણેના ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવે છે.
આ પણ વાંચો
ધરમપુરના પરમ ભક્ત સ્નેહલ ભાઈપ્રમોદભાઈ પટેલના યજમાન પદે શનિવારે અમાવસ્યાના શુભ દિવસે દેવોને 500 કિલો કેસર કેરીનો અન્નકોટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
કેસર કેરી અન્નકૂટના આયોજક વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંત વલ્લભ દાસજી સ્વામી તથા મુખ્ય કોઠારી દેવપ્રકાશ દાસજી સ્વામીએ યજમાનને આશીર્વાદ પાઠવ્યા હતા.
