વરસતા વરસાદમાં મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ, રવિવારે રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડના પીડિતોના આંસુ લુછશે

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 09 Aug 2024 12:31 PM (IST)Updated: Fri, 09 Aug 2024 01:12 PM (IST)
nyay-yatra-of-congress-started-from-morbi-in-pouring-rain

Morbi News: ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આજે સવારે મોરબીથી વરસતા વરસાદમાં ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. આ ન્યાય યાત્રા રવિવારે રાજકોટ પહોંચશે જ્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગેમ ઝોન અગ્નિકાંડના પીડિતો સાથે મુલાકાત કરી શકે છે. રવિવારે આ યાત્રા રાજકોટ થઇ ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ અને અમદાવાદના રૂટ પર ફરીને 23 ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે પહોંચશે. ન્યાય યાત્રા પૂર્વે ક્રાંતિસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીમાં ન્યાયયાત્રામાં ઝુલતા પૂલ દુર્ઘટનાના પીડિતો પણ હાજર રહ્યાં હતા.

મોરબી જુલતા બ્રિજ દુર્ઘટના, રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ, બોટાદના લઠ્ઠાકાંડ તેમજ વિરમગામના અંધાપાકાંડ સહિતના પીડિતોને ન્યાય અપાવવાની માંગણી સાથે આજે સવારે મોરબીથી આ ન્યાયયાત્રાન પ્રારંભ થયો છે અને તા.11મીએ રવિવારે રાજકોટ પહોંચશે. ત્યાર બાદ ચોટીલા, સુરેન્દ્રનગર, લખતર, વિરમગામ થઇ તા.23 ઓગસ્ટે ગાંધીનગર ખાતે પહોંચશે.

naidunia_image

આ યાત્રા માટે રૂટવાઇજ કોંગ્રેસના આગેવાનો તેમજ વર્તમાન અને પૂર્વ ધારાસભ્યઓને જવાબદારી સોંપવામાં આવી છે. યાત્રા કુલ 14 સ્થળે રાત્રી રોકાણ કરશે અને 15માં દિવસે સવારે ગાંધીનગરમાં પૂર્ણ થશે. ગાંધીનગર ખાતે યાત્રાની સમાપન સમારોહમાં રાહુલ ગાંધી, મલ્લીકાર્જુન ખડગે સહિતના રાષ્ટ્રીય નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે. જ્યારે બીજી તબક્કાની ન્યાયયાત્રા આગામી દિવસોમાં સુરતથી ગાંધીનગર સુધી કરવામાં આવનાર છે.

naidunia_image

રાજ્યમાં વિવિધ કાંડોનો ભોગ બનનાર પીડીત પરિવારોને ન્યાય અપાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ ગુજરાત ન્યાય પદયાત્રા 9 ઓગષ્ટ મોરબીથી શરૂ થઇ છે. જેમાં પીડિત પરિવારો, કોંગ્રેસના સૈનિકો, ન્યાયયાત્રીઓ તથા ગુજરાતના નાગરિકો જોડાનાર છે. કોંગ્રેસ પક્ષની ન્યાય યાત્રા મોરબી - ટંકારા - રાજકોટ - ચોટીલા સુરેન્દ્રનગર- વિરમગામ - સાણંદ - અમદાવાદથી પસાર થઇ ને ગાંધીનગર ખાતે સમાપન થશે.