Morbi News: ટંકારાના વાછકપર ગામે દંપતિ વચ્ચે ઝઘડો થતા પત્નીએ ઝેરી દવા ગટગટાવી લીધાની ઘટના સર્જાઈ છે. માતાએ ઝેરી દવા પી લેતા તેના બંને સંતાનોએ પણ ઝેરી દવા પી લેતા ત્રણેયને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા સારવાર દરમિયાન સગીર પુત્રનું મોત નીપજ્યુ હતુ જયારે માતા પુત્રી સારવાર હેઠળ હોવાનુ જણાવા મળ્યુ છે.
ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા પરિવારમાં માતા અને પિતા વચ્ચે રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થતા આ ઝઘડામાં માતાએ ઝેરી દવા પી લેતા બાદમાં પુત્ર અને પુત્રીએ પણ ઝેરી દવા ગટગટાવી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

જેમાં સગીર પુત્રનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે, હાલમાં પુત્રી અને માતાની સારવાર ચાલુ છે.
ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા હીરાલાલભાઈ સાકરિયા અને તેમના પત્ની કૃપાલિબેન વચ્ચે રૂૂપિયા બાબતે બોલાચાલી થતા ગત તા.23 ઓગસ્ટના રોજ કૃપાલિબેને ઝેરી દવા પી લેતા આ ઘટનામાં ઘરકંકાસમા માતા કૃપાલિબેને ભરી લીધેલા પગલાં બાદ પુત્ર હરદેવ ઉ.15 અને પુત્રીએ પણ ઝેરી દવા પી લીધી હતી.
બીજી તરફ ઝેરી દવા પી લેનાર ત્રણેયને સારવારમાં ખસેડવામાં આવતા હરદેવભાઈ ઉ.15નું રાજકોટ ખાતે સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે માતા અને પુત્રી હાલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.