Morbi: પાનેલી રોડ પર ખાડામાં ખાબકેલા સગા ભાઈ-બહેન સહિત 3 બાળકોના ડૂબી જવાથી મોત

પાનોલી ગામના રોડ પર આરક્રોસ માઈક્રોન નામના કારખાના બહાર પાણીથી ભરેલા ખાડાની નજીક ત્રણ બાળકો રમી રહ્યા હતા, ત્યારે બન્યો બનાવ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 26 Sep 2025 09:42 PM (IST)Updated: Fri, 26 Sep 2025 09:42 PM (IST)
morbi-news-3-child-drown-to-death-news-paneli-road
HIGHLIGHTS
  • બે સંતાનો ગુમાવતા પરપ્રાંતિય પરિવારના માથે આભ ફાટી પડ્યું

Morbi: મોરબી તાલુકાના પાનેલી રોડ પર આવેલા એક કારખાના નજીક આજે બપોરના સમયે અત્યંત કરુણ ઘટના બની છે. જેમાં પાણીના ખાડામાં ખાબકેલા ત્રણ માસૂમ બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. મૃતક બાળકો પૈકી બે સગા ભાઈ-બહેન છે. આ હ્રદયદ્રાવક ઘટનાને લઈને સમગ્ર પંથકમાં શોકનું મોજું પરી વળ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીથી પાનોલી ગામ તરફ જતાં રસ્તા પર આરક્રોસ માઈક્રોન નામનું કારખાનું આવેલું છે. આ કારખાનાની બહાના ભાગમાં એક મોટો ખાડો પાણીથી ભરેલો હતો.

આજે બપોરે 3 વાગ્યાની આસસાર 3 નાના બાળકો પાણી ભરેલા ખાડાની આસપાસ રમી રહ્યા હતા. આ દરમિયાન રમતા-રમતા અચાનક ત્રણેય બાળકો પાણીના ઊંડા ખાડામાં પડી ગયા હતા અને ડૂબી જવાથી ત્રણેય મોતને ભેટ્યા છે.

બાળકો પાણીના ખાડામાં પડ્યા હોવાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ત્રણેય બાળકોને પાણીમાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ ત્રણેય બાળકોને તપાસીને મૃત જાહેર કરતાં તેમના પરિવારના માથે આભ ફાટી પડ્યું હતુ.

બીજી તરફ આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે પહોંચી હતી. જ્યાં બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બાળકોની ઓળખ કુલદીપ કૈલાશભાઈ દાવર (ઉંમર 6 વર્ષ), ખુશ્બુ કૈલાશભાઈ દાવર (ઉંમર 4 વર્ષ) અને પ્રતિજ્ઞા ભુરાભાઈ જમરા (ઉંમર 5 વર્ષ) તરીકે થઈ છે. મૃત બાળકો પૈકી કુલદીપ અને ખુશ્બુ સગા ભાઈ-બહેન હતા. જ્યારે પ્રતિજ્ઞા તેમની સાથે રમતી હતી.

'તું જગ્યા છોડી દેજે..!' - કહીં ચાર હુમલાખોર વીરપુર ગઢીયાના મહંત પર તલવાર લઈને તૂટી પડ્યા

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વીરપુર-ગઢીયા ગામમાં આવેલી દાન મહારાજની જગ્યાના મહંત હર્ષદબાપુ ભગત પર ચારેક અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. હુમલાખોરોએ મહંતને 'જગ્યા છોડી દેજે' કહીને તલવારના ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં મહંતના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે અમરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.