વરસાદના વિરામ છતાં ગુજરાતમાં 1 નેશનલ હાઈવે સહિત 20 રસ્તાઓ બંધ, જાણો તમારા જિલ્લાની સ્થિતિ

ગુજરાતમાં વરસાદના વિરામ છતાં 1 નેશનલ હાઈવે સહિત 20 રસ્તાઓ બંધ છે. ખેડા, અમરેલી, નવસારી સહિતના જિલ્લાઓમાં રસ્તાઓ બંધ જાણો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 06 Sep 2026 11:12 AM (IST)Updated: Sun, 06 Sep 2026 11:12 AM (IST)
gujarat-roads-closed-1-national-highway-20-roads-district-wise-stat

Gujarat Road Closed: ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વરસાદે વિરામ લીધો હોવા છતાં રાજ્યના જળ સંસાધનો અને માર્ગ વાહનવ્યવહારોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં અગાઉ થયેલા વરસાદની સ્થિતિને પગલે રાજ્યમાં એક નેશનલ હાઈવે સહિત કુલ 20 જેટલા રસ્તાઓ પર વાહન વ્યવહાર પૂર્વવત્ત થઈ શક્યો નથી. લાંબા સમયથી બંધ પડેલા માર્ગોને લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાતના 20 રસ્તાઓ બંધ

બંધ પડેલા રસ્તાઓની વિગતો વાત કરીએ તો, ખેડા જિલ્લામાં 5 રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ છે, આ સિવાય અમરેલી અને નવસારી જિલ્લામાં 3-3 રસ્તાઓ, છોટાઉદેપુર અને સુરેન્દ્રનગરમાં 2-2 રસ્તાઓ બંધ છે.

આ ઉપરાંત વલસાડ, અમદાવાદ, અરવલ્લી, મોરબી અને જૂનાગઢ જિલ્લાઓમાં પણ 1-1 રસ્તાઓ બંધ થયા હોવાના અહેવાલ છે. વરસાદ અટકી ગયો છે. તેમ છતાં રસ્તાઓની મરામત અને સમારકામમાં થઈ રહેલા વિલંબને લીધે વાહનચાલકો હેરાન થયા છે.

ગુજરાતના જળાશયોની સ્થિતિ

બીજી બાજુ ચોમાસાની સિઝન પછી રાજ્યના જળાશયોની સ્થિતિ અંગે રાહતના સમાચાર છે. ગુજરાતના કુલ 206 જળાશયોમાં હાલ સરેરાશ 65.85 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં ગુજરાતના 22 જળાશયો સંપૂર્ણપણે છલોછલ ભરાયેલા છે.

27 જળાશયોમાં 50થી 70 ટકા, 37 જળાશયોમાં 70થી 100 ટકા અને બાકીના જળાશયોમાં 25થી 50 ટકા જેટલું જળસ્તર નોંધાયેલ છે. જ્યારે રાજ્યના એવા 76 જળાશયોમાં પાણીનું સ્તર 25 ટકાથી પણ ઓછું રહેવા પામ્યું છે.