મોરબીમાં સાયબર ઠગોનો આતંક! APK ફાઈલ, ઓનલાઈન શોપિંગ અને ફોરેક્સ ટ્રેડિંગના નામે લાખોની છેતરપિંડી

મોરબી, વાંકાનેર, ટંકારા અને હળવદમાં સાયબર ઠગાઈની અનેક ઘટનાઓ સામે આવી છે. APK ફાઈલ, ફેસબુક શોપિંગ અને ફોરેક્સ ટ્રેડિંગના નામે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 25 Nov 2026 11:17 AM (IST)Updated: Wed, 25 Nov 2026 11:17 AM (IST)
morbi-cyber-fraud-apk-file-online-shopping-forex-trading-scam

Morbi Cyber Fraud Cases: મોરબી શહેરમાં સાયબર ઠગોએ નાગરિકોને છેતરીને તેમના ખાતામાંથી લાખોની રકમ ઉડાવી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લા અને શહેરમાં બનેલી અલગ અલગ ઘટનાઓમાં સાયબર અપરાધીઓએ મોડેસ ઓપરેન્ડીઓનો ઉપયોગ કરીને ભોળા લોકોને છેતર્યા છે, જેથી મોરબી જિલ્લામાં પોલીસ સ્ટેશનને ફરિયાદો દાખલ કરવામાં આવી છે.

મોરબી શહેરમાં સાયબર લૂંટની ઘટના

મળતી વિગતો પ્રમાણે, મોરબી જિલ્લામાં મોરબી શહેર, વાંકાનેર, ટંકારા હળવદમાં આ ઠગાઈની ઘટનાઓ સામે આવી છે. જેમાં પહેલી ઘટનાની વાત કરીએ તો, મોરબી શહેરમાં 30 વર્ષીય વેપારીએ ઓનલાઈન પ્લેટફોર્મ ફેસબુક પર ડ્રેસ અને સાડીઓને સસ્તા ભાવે બુક કરાવ્યા હતા. તેમજ તેણે ઓનલાઈન પેમેન્ટ વડે કુલ રુ. 4.00 543ની ચૂકવણી કરી દીધી હતી. પરંતુ સામા પક્ષે કોઈ ડિલિવરી નહીં કરીને મોટી ઠગાઈ આચરવામાં આવી હતી. બીજી ઘટનામાં વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારના એક શખ્સનો મોબાઈલ ફોન હેક કરીને આશરે 3 લાખથી વધુની રકમ હડપી લેવાઈ હતી.

ફોરેક્સ ટ્રેડિંગના નામે છેતરપિંડી

જ્યારે મોરબી-2 ખાતે આવેલી એક સોસાયટીમાં રહેતા યુવકના બેન્ક ખાતામાંથી ઓનલાઈન મારફતે 98 હજારની રકમ ટ્રાન્સફર કરી લેવાઈ હતી. અન્ય ઘટનામાં ટંકારા પંથકની 25 વર્ષીય યુવતીએ ઓનલાઈન વસ્તુનો ઓર્ડર કેન્સલ થયાનું જણાવી વોટ્સએપ પર એપીકે ફાઈલ દ્વારા ફોન હેક કરીને ગઠિયાઓએ 95 હજારની રકમ તડફાવી લીધી હતી. આ સિવાય મોરબી શહેરમાં ઓનલાઈન શોપિંગ, એપીકે ફાઈલ સિવાય ફોરેક્સ ટ્રેડિંગ અને શેર માર્કેટના નામે પણ મોટી છેતરપિંડી આચરાઈ હતી.

શહેરીજનોના લાખો રુપિયા ગાયબ

હળવદ પંથકમાં એક વૃદ્ધ સાથે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાની લાલચ આપીને કુલ 24 લાખથી વધુની રકમની છેતરપિંડી આચરવામાં આવી હતી. તેમજ અન્ય ઘટનામાં પીડિત પાસેથી કુલ 4,49,549ની રકમ ટ્રાન્સફર કરાવીને ગઠિયાઓએ મોટી છેતરપિંડી આચરી હતી. મોરબી શહેરમાં બનેલી છેતરપિંડી, આર્થિક ઠગાઈની ઘટનાથી લોકોના લાખો રુપિયા બેન્ક ખાતામાંથી ઉપડી ગયા છે.