મોરબીના યુવાનને ઘરે બેઠા રૂપિયા કમાવવાની લાલચ પડી ભારે, 20.75 લાખ ગુમાવવા

મોરબી શહેરમાં રહેતા અને લોન કન્ટલસન્ટીનો ધંધો કરતા યુવકને આરોપીએ ઘર બેઠા રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી હતી. અને રૂ. 20,75,713 ની છેતરપિંડી આચરી હતી.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 21 May 2025 12:57 PM (IST)Updated: Wed 21 May 2025 12:57 PM (IST)
morbi-youth-gets-tempted-to-earn-money-sitting-at-home-loses-rs-20-75-lakh-532345

Morbi News: મળતી માહિતી મુજબ મોરબી પંચાસર રોડ પર પ્રમુખ સ્વામી પાર્ક -2 સંગાથ પેલેસ -2 ફ્લેટ નં -601 મા રહેતા અને લોન ક્ધસલ્ટન્ટનો ધંધો કરતા હાર્દિક ગણેશભાઈ પનારાએ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓએ ઓનલાઇન જોબ વર્ક આપવાની વ્હોટસએપ ટેલીગ્રામ દ્વારા વાતચીત કરી હતી.

પોલીસ ફરિયાદ નોંધાઇ

ફરીયાદીને ઘર બેઠા રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી શરૂઆતમાં ફરિયાદીનો વિશ્વાસ મેળવવા કામ પુરૂ કરતા ફરીયાદીને કામના થતા રૂપિયા ફરીયાદીના એકાઉન્ટમાં જમા કરાવી ફરિયાદીનો વિશ્વાસ કેળવી લીધો હતો. બાદમાં અલગ અલગ બહાના હેઠળ ફરિયાદી પાસેથી કુલ રૂ. 20,75,713 ફરિયાદી પાસે રોકાણ કરાવી જે રોકાણ કરેલ ફરીયાદીના લેણા થતા રૂપિયા ફરીયાદીને આજ દિન સુધી પરત નહીં આપી ફરિયાદી સાથે વિશ્વાસધાત છેતરપિંડી કરી રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.