લગ્ન નોંધણી કાયદાને લઇને લાલજી પટેલનું નિવેદન, '2027ની ચૂંટણી પહેલા સુધારો નહીં થાય તો પરિણામ માટે તૈયાર રહેજો'

SPGના અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું કે, SPG દ્વારા છેલ્લા છ વર્ષથી સમગ્ર ગુજરાતમાં જનજાગૃતિ લડત ચલાવવામાં આવી રહી છે. આ લડતનો મુખ્ય ઉદ્દેશ ભાગેડુ લગ્નો અટકાવવા, મૈત્રી કરાર જેવો કાયદો રદ્દ કરવો અને લગ્ન નોંધણીના કાયદામાં જરૂરી સુધારા લાવવાનો છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 04 Oct 2026 01:09 PM (IST)Updated: Sun, 04 Oct 2026 01:09 PM (IST)
mehsana-news-spg-leader-lalji-patel-seeks-changes-in-marriage-registration-law-before-2027-gujarat-elections

Mehsana News: મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા અન્વિતા ફ્લેટ ખાતે સરદાર પટેલ ગ્રુપ દ્વારા 'માતા-પિતા જનજાગૃતિ અભિયાન' અંતર્ગત એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં SPGના અધ્યક્ષ લાલજી પટેલ તથા અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા. લાલજી પટેલે સરકારના લગ્ન નોંધણી કાયદા અંગે આકરા પ્રહારો કર્યા હતા અને ચીમકી આપતા જણાવ્યું હતું કે, 2027ની ચૂંટણી પહેલા સરકાર આ મામલે કંઇક કરે નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહે.

સર્વજ્ઞાતિની તમામ દીકરીઓ અને માતા-પિતાના ન્યાય માટેની લડાઈ

SPGના અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું કે, SPG દ્વારા છેલ્લા છ વર્ષથી સમગ્ર ગુજરાતમાં જનજાગૃતિ લડત ચલાવવામાં આવી રહી છે. આ લડતનો મુખ્ય ઉદ્દેશ ભાગેડુ લગ્નો અટકાવવા, મૈત્રી કરાર જેવો કાયદો રદ્દ કરવો અને લગ્ન નોંધણીના કાયદામાં જરૂરી સુધારા લાવવાનો છે. લાલજીભાઈ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે આ મુદ્દો કોઈ એક સમાજ કે સંસ્થાનો નથી, પરંતુ સર્વજ્ઞાતિની તમામ દીકરીઓ અને માતા-પિતાના ન્યાય માટેની લડાઈ છે.

2027 ઇલેક્શન આવી રહ્યું છે એટલે જ કાર્યક્રમ કરવાની મજા આવે છે

એસપીજી નેતા લાલજી પટેલે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, 2027 ઇલેક્શન આવી રહ્યું છે એટલે જ કાર્યક્રમ કરવાની મજા આવે છે. કારણ કે જ્યાં સુધી અવસર ના હોય ત્યાં સુધી ઢોલ વાગે નહીં. એટલે એસપીજી દ્વારા આખા ગુજરાતની અંદર દરેક તાલુકા જિલ્લામાં દીકરી બચાવવા માટેનું જે અભિયાન છે, જે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો આવે એ માટે અમે લડી રહ્યા છીએ. તમામ જ્ઞાતિ દરેક સમાજનું અમને સમર્થન છે. દરેક ગ્રામ પંચાયતનું સમર્થન છે. હવે તો બધા જ લોકો જાગી ગયા છે.

2027ના ઇલેક્શન પહેલા સરકારે જાગે નહીંતર....

તેમણે કહ્યું હતું કે,સરકારને હું કહેવા માંગુ છું કે 2027ના ઇલેક્શન પહેલા જાગી જજો નકે પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો. કારણ કે આ કોઈ એક સમાજનો પ્રશ્ન નથી, ભૂતકાળ તમે જોયેલો છે કે 2015 ની અંદર ફક્ત સવર્ણ સમાજ માટેની વાત હતી તોયે સરકારને ઘણું બધું ભોગવવું પડ્યું હતું. અને આ તો સર્વ જ્ઞાતિની તમામ દીકરીઓની આ લડાઈ છે, માતા પિતાની લડાઈ છે. એટલે દરેક સમાજનું જ્યારે સમર્થન હોય એટલે સરકારે 100% આ વાત સાંભળવી પડે.

શંકરસિંહ વાઘેલાના નિવેદન અંગે આપી પ્રતિક્રિયા

શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલા નિવેદન અંગે તેમણે જણાવ્યું હતું કે, પૂર્વ મુખ્યમંત્રી છે અને જ્યારે મુખ્યમંત્રી કક્ષાના આગેવાન હોય અને આ રીતે નિવેદન આપતા હોય. જેનાથી પાટીદાર સમાજ અને બીજા સવર્ણ સમાજને ઠેસ પહોંચી હોય તો ખરેખર એમને વિચારીને બોલવું જોઈએ. કારણ કે એમને પણ અનુભવ કરી જ ચૂક્યા છે કે આ રીતે જે પણ મેલું ઉપાડે છે એવા લોકોની તો અમે લડાઈ લડી રહ્યા છીએ. અને ખરેખર એ ધન્યવાદ આપું છું એવા લોકોને કે જે મેલું ઉપાડીને પ્રવૃત્તિ કરે છે. આજે પણ ઘણા એવા સમાજ છે જે પાટીદાર સમાજમાં પણ ઘણા બધા પરિવાર છે કે જે લોકો આજે પણ ગામડાના પશુઓનું મેલું ઉપાડે છે. તો મેલું ઉપાડવું એ આપડું કાર્ય છે. જે કાર્ય સાથે આપડે સંકળાયેલા હોય ને એમાં આપડે કાર્ય કરવું પડે. તો એમાં આવું કે એમને કોઈ ચોખવટ કરવાની જરૂર નથી અને આવા આગેવાનોને આવું એક રાજકીય સ્ટેટમેન્ટ આપ્યું એવું અમને લાગી રહ્યું છે.