Mehsana: સાંથલ પોલીસ મથકના PI સસ્પેન્ડ, બુટલેગરોએ નોટો વરસાવતો વીડિયો વાયરલ થતાં SPની કાર્યવાહી

ગ્રામજનોના આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા PI એમ.એમ. વરચંદ પર બે બુટલેગરોએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. જેને લઈને ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 10 Mar 2026 04:59 PM (IST)Updated: Tue, 10 Mar 2026 04:59 PM (IST)
mehsana-news-santhan-pi-suspended-over-viral-video-from-katolasan-lok-dayro
HIGHLIGHTS
  • કટોસણમાં માતાજીના પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે લોકડાયરાનો કાર્યક્રમ હતો

Mehsana: મહેસાણા જિલ્લાના કટોસણમાં બુટલેગરો દ્વારા એક કાર્યક્રમમાં સાંથલ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર (PI) એમ.એમ.વરચંદ પર ચલણી નોટો ઉલાળતો વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને વિવાદ વકરતા એસ.પી. દ્વારા તાત્કાલિક અસરથી PIને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત PI પર બુટલેગરોએ નોટો વરસાવી
ગત 6 માર્ચના રોજ કટોસણ ગામમાં માતાજીની પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગ્રામજનોના આમંત્રણને માન આપીને સાંથલ પોલીસ મથકના PI એમ.એમ. વરચંદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં કટોસણ ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા પી.આઈનું સન્માન કરવામાં આવ્યું હતુ.

લોકડાયરામાં જ્યારે PI એમ.એમ. વરચંદ મંચ પર ઉપસ્થિત હતા, ત્યારે અજિતસિંહ અને અર્જુનસિંહ નામના બે બુટલેગરો દ્વારા તેમના પર ચલણી નોટો વરસાવવામાં આવી હતી. આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લેતા PI એમ.એમ. વરચંદને ગઈકાલે SP ઑફિસમાં બોલાવવામાં આવ્યા હતા. જે બાદ SPએ તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે.