મહેસાણાના ઉંઝામાં ભેળસેળયુક્ત વરિયાળીનો પર્દાફાશ, કૃત્રિમ કલર સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો

મહેસાણાના ઉંઝામાં ભેળસેળયુક્ત વરિયાળીનો પર્દાફાશ થયો છે. મક્તુપુર નજીક ફેક્ટરીમાં દરોડા દરમિયાન કૃત્રિમ સિન્થેટિક કલર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 20 Sep 2026 10:46 AM (IST)Updated: Sun, 20 Sep 2026 10:46 AM (IST)
mehsana-unjha-adulterated-fennel-synthetic-color-seized

Mehsana News: મહેસાણા જિલ્લાના ઉંઝામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો વિરુદ્ધ તંત્રે કડક કાર્યવાહી કરી છે, મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ શાખા અને સીઆઈડી પોલીસે સંયુક્ત રેડ પાડીને ઊંઝાના મક્તુપુર નજીક આવેલી એક ફેક્ટરીમાં ભેળસેળયુક્ત વરિયાળીનો મોટો જથ્થો કબ્જે કર્યો છે.

ફૂડ શાખાએ પેઢી પર દરોડો પાડ્યો

મહેસાણા જિલ્લા ફૂડ અધિકારીના નેતૃત્વ હેઠળ ફૂડ શાખાની ટીમ અને પોલીસની ટીમે મહેસાણા-પાલનપુર હાઇવે નજીક મક્તુપુર ગામમાં એક પેઢીમાં દરોડો પાડ્યો હતો. સ્થળ પર કરાયેલી બારીક તપાસમાં સામે આવ્યું કે, વરિયાળીને લીલી અને આકર્ષક બનાવવા માટે કૃત્રિમ સિન્થેટિક કલરનો ઉપયોગ કરવામાં આવતો હતો.

લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ફૂડ શાખાની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ભેળસેળયુક્ત શંકાસ્પદ વરિયાળીનો જથ્થો અને પ્રતિબંધિત કેમિકલ, કલરની સામગ્રી બધુ મળીને કુલ 2,46 લાખની કિંમતનો મુદ્દામાલ સીઝ કર્યો છે. તેમજ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા લેવાયેલા શંકાસ્પદ વરિયાળી અને કલરના જથ્થાના સેમ્પલ મેળવી લેવાયા છે.

આ તમામ વરિયાળીના સેમ્પલને લેબ ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત પેઢી સંચાલકો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.