મેહસાણામાં લાલો ટીમનું ભવ્ય સ્વાગત: લોકોના પ્રેમમાં ભીડનો મહાસાગર, 100 કરોડની ઉજવણી!

ડિરેક્ટર અંકિત સખિયા, અભિનેત્રી રીવા રચ્છ અને અભિનેતા શ્રુહદ ગોસ્વામીએ આખા મેહસાણાના દર્શકો અને ફેન્સોનો હૃદયપૂર્વક આભાર માન્યો.

By: Jagran GujaratiPublish Date: Sat, 29 Nov 2025 12:40 PM (IST)Updated: Sat, 29 Nov 2025 12:40 PM (IST)
grand-welcome-for-laalo-krishna-sada-sahaayate-team-in-mehsana-ocean-of-crowd-in-love-with-people-100-crore-celebration

Gujarati Film Laalo: ગુજરાતી સિનેમાને ગૌરવ અપાવનાર 'લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે' ફિલ્મની ટીમ ગઈ કાલે મેહસાણા શહેરમાં પહોંચી હતી, જ્યાં તેમનો સ્વાગત એવી રીતે થયું કે જાણે આખું શહેર એક મહોત્સવમાં બદલાઈ ગયું હોય. લાલો ફિલ્મ પ્રત્યેના લોકોના અત્યંત પ્રેમને કારણે જ્યાં જુઓ ત્યાં ભીડ જ ભીડ નજર આવતી હતી. મેહસાણાના વાસીઓએ ફિલ્મના કલાકારો અને ટીમનું સ્વાગત કર્યું હતું. આ દ્રશ્યો જોઈને લાલોની આખી ટીમ અભિભૂત થઈ ગઈ અને તેમની આંખોમાં આનંદના અશ્રુ વહેતાં જોવા મળ્યા.

ડિરેક્ટર અંકિત સખિયા, અભિનેત્રી રીવા રચ્છ અને અભિનેતા શ્રુહદ ગોસ્વામીએ આખા મેહસાણાના દર્શકો અને ફેન્સોનો હૃદયપૂર્વક આભાર માન્યો. અંકિત સખિયાએ કહ્યું, "આ ફિલ્મ માત્ર મારી નથી, આ તમામ ગુજરાતીઓની છે. મેહસાણાના આ પ્રેમથી અમારો વિશ્વાસ વધુ મજબૂત થયો છે કે શ્રીકૃષ્ણની કૃપાથી આવી વાર્તાઓ વિશ્વભરમાં પહોંચી શકે છે." રીવા રચ્છે કહ્યું, "લોકોની આ ભાવનાત્મક પ્રતિસાદ જોઈને લાગે છે કે અમે ઘરમાં જ આવ્યા છીએ. તમારો આ સ્નેહ અમારા માટે સૌથી મોટું પુરસ્કાર છે." જ્યારે શ્રુહદ ગોસ્વામીએ જણાવ્યું, "આ ફિલ્મમાં શ્રીકૃષ્ણની ભક્તિ અને જીવનના મૂલ્યોને રજૂ કર્યા છે, અને મેહસાણાના ભાઈ-બહેનોનો આ વત્સલ્ય આપણને આગળ વધવાની પ્રેરણા આપે છે."

આ વિશેષ અવસર પર મેહસાણાવાસીઓની હાજરીમાં લાલો ટીમે 100 કરોડના વર્લ્ડ વાઈડ કમાણીની ઉજવણી કરી. ગુજરાતી જાગૃતના અહેવાલ મુજબ, 'લાલો' ગુજરાતી સિનેમાની પ્રથમ ફિલ્મ બની છે જેણે વિશ્વભરમાં 100 કરોડના આંકડાને પાર કર્યો છે, જે એક ઐતિહાસિક ક્ષણ છે. આ નાના બજેટની ફિલ્મે માત્ર 50 લાખના ખર્ચે આવી અભૂતપૂર્વ સફળતા મેળવી છે, જે ગુજરાતી સિનેમાના ભવિષ્ય માટે નવી આશા જગાડે છે. મેહસાણામાં કેક કટિંગ વિશેષ કાર્યક્રમમાં ટીમે દર્શકો સાથે સેલ્ફી લીધી હતી.

આ ઇવેન્ટ દર્શાવે છે કે 'લાલો' માત્ર એક ફિલ્મ નથી, પરંતુ ગુજરાતીઓના હૃદયમાં ભક્તિ અને સંસ્કૃતિનું પ્રતીક બની ગઈ છે. કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં 550થી વધુ સ્ક્રીન પર ચાલતી આ ફિલ્મ હવે ભારતીયા બજારોમાં પણ ધૂમમચાવી રહી છે. ટીમે જણાવ્યું કે આવા વધુ પ્રમોશનલ ઇવેન્ટ્સનું આયોજન ગુજરાતના અન્ય શહેરોમાં કરવામાં આવશે, જેથી વધુ લોકો આ દિવ્ય વાર્તાનો આનંદ માણી શકે. શ્રીકૃષ્ણની કૃપાથી 'લાલો'ની આ સફળતા ગુજરાતી સિનેમાને નવી ઊંચાઈઓ આપશે!

લાલો ફિલ્મની વાર્તા (Story of Laalo Krishna Sada Sahaayate) ફિલ્મની વાર્તા

એક સામાન્ય રિક્ષાચાલક લાલો (કરણ જોશી)ની આસપાસ ફરે છે, જે પોતાના ભૂતકાળના પાપો, દુઃખ અને જીવનની મુશ્કેલીઓથી પીડિત છે. લાલોનું જીવન એક પ્રમાણભૂત માણસનું જ છે – પરિવાર, વ્યસનની સમસ્યાઓ અને આર્થિક તંગીઓ વચ્ચે ઝઝૂમતું. તેની પત્ની તુલસી (રીવા રાચ્છ) તેના સાથે ઊભી રહીને પણ વ્યસન અને અન્યયોની સમસ્યાઓથી ત્રસ્ત છે. આ કહાણી દર્શાવે છે કે 'વ્યક્તિ ખરાબ નથી હોતો, સમય ખરાબ હોય' અને સંબંધોમાં શરૂઆતના પ્રેમને યાદ રાખીને આગળ વધવું જરૂરી છે. અવાવરૂ જગ્યાએ બંધ ઘરમાં ફસાયેલા લાલાને ભગવાન કેવી રીતે બહાર કાઢે છે અને લાલાની ગેરહાજરીમાં પરિવારની શું હાલત થાય છે તે આ ફિલ્મમાં દર્શાવાયું છે.