જ્યારે અંકિત સખિયા અને કરણ જોશીના ખાતામાં 45 રૂપિયા પણ ન હતા, વાંચો એ મજેદાર કિસ્સો

ગુજરાતી ફિલ્મ લાલો હજુ પણ થિયેટરમાં ચાલી રહી છે. લાલોની ટીમ પણ ફિલ્મના પ્રમોશન માટે દરેક શહેરમાં જઈ રહ્યા છે અને ફિલ્મ સાથેના કિસ્સાઓ શેર કરી રહ્યા છે.

By: Jagran GujaratiPublish Date: Thu, 27 Nov 2025 04:15 PM (IST)Updated: Thu, 27 Nov 2025 04:16 PM (IST)
gujarati-film-laalo-ankit-sakhiya-and-karan-joshis-hilarious-story-from-the-days-they-had-only-45-rupees

Gujarati Film Laalo: લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે સુપર હીટ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ ચૂકી છે. કમાણી દ્રષ્ટી પણ લાલો ફિલ્મ નવા નવા રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મને હજુ પણ ગુજરાતીઓનો એટલો જ પ્રેમ મળી રહ્યો છે. લાલો ફિલ્મના કલાકારો હજુ પણ પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશન દરમિયાન ટીમ પોતાના કિસ્સા પણ શેર કરી રહ્યા છે જે જાણવા લોકોને ગમી રહ્યા છે. ત્યારે ફિલ્મમાં લાલો બનનાર કરણ જોશી અને ડિરેક્ટર અંકિત સખિયાએ એક એવો કિસ્સો શેર કર્યો છે જે સાંભળીને તમે પણ કહેશો કે ન હોય.

પૈસા સાથે જોડાયેલો આ કિસ્સો શું છે?

એક શો દરમિયાન પહેલા લાલો એટલે કરણ જોશી પોતાનો અનુભવ શેર કરી રહ્યો હતો. જેમા તે જણાવી રહ્યો હતો કે મને ચા પીવાની ટેવ હતી. અમે ચા પીવા માટે એક જગ્યાએ ઊભા રહ્યા. ચાનું બીલ 45 રૂપિયા જેવું થયું. જ્યારે પૈસા ચૂકવવાનો સમય આવ્યો, ત્યારે મે ફોન કાઢીને સ્કેનરથી સ્કેન કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ પેમેન્ટ થઈ રહ્યું ન હતું કારણ કે ખાતામાં પુરતુ બેલેન્સ ન હતું. કરણે જ્યારે બેલેન્સ ચેક કર્યું, ત્યારે તેમના ખાતામાં નવ રૂપિયા અને 28 પૈસા જ હતા. કરણે આ બેલેન્સ અંકિતને બતાવ્યું. પછી અંકિત સખિયાએ કરણ જોશીને કહ્યું કે ચાલ હું પેમેન્ટ કરી દઉં. પછી અંકિતે કર્યું તો તેના પણ અપુરુ બેલન્સ હતું. પછી તેઓએ ચા વાળાને કહ્યું કે થોડીવારમાં પૈસા આપી જઈએ છીએ. બધી હસવા લાગ્યા પછી ચાવાળા ભાઈએ પણ તેઓને જવા દીધા હતા.

naidunia_image

અંકિત સખિયાએ ગુજરાતીઓને કરી અપીલ

અંકિત સખિયાએ લોકોને અપીલ કરતા કહ્યું હતું કે તમે ફિલ્મને સિનેમાઘરમાં જોવાનો આગ્રહ રાખો. ફોનમાં ફિલ્મ ન જુઓ. તેમનું કહેવું હતું કે ટેલિગ્રામ કે અન્ય ગ્રુપોમાં ફરી રહેલી ફિલ્મ જોવાથી અમને નુકસાન થશે. તમે થિયેટરમાં ફિલ્મ જોવા જશો તો આનાથી પણ વધારે સારી ફિલ્મો તમારા સુધી આવશે. આ એક ગુનો છે તેવું કરવાથી બચો.