Bhupat Bhayani, Visavadar By Election 2025: વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે ભાજપે પ્રચાર શરૂ કરી દીધો છે. આ માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે. સાથે વિવિધ વિસ્તારોમાં ચૂંટણી સભાઓ પણ યાજાઈ રહી છે. તાજેતરમાં એક સભામાં ભૂપત ભાયાણીએ કિરીટ પટેલના ભરપેટ વખાણ કરી કામ ન કરતા અધિકારીઓ વિશે કહી મહત્વની વાત.
શું કહ્યું ભૂપત ભાયાણીએ…
સભાને સંબોધતા ભૂપત ભાયાણીએ કહ્યું હતું કે આપણને કિરીટ પટેલના રૂપમાં આ તક મળી છે. એમનું પાવરફૂલ નેતૃત્વ મે જોયું છે અને અહીં બેઠેલા તમામ કાર્યકર્તાઓએ જોયું છે. કોઈપણ અધિકારી હોય કંટ્રોલમાં ન હોય, લોકોના કામ ન કરતો હોય, ખોટું કરતો હોય, તો ત્રણ મિનિટમાં કિરીટ પટેલ તેને સીધો કરી દેવાની ક્ષમતા રાખે છે. તમને વિશ્વાસ છે કે નહીં. ભૂતકાળમાં આવા અધિકારીઓને સીધા કરી દીધા છે.
19 જૂને મતદાન અને 23મીએ મત ગણતરી
3 જૂનના રોજ ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ 5 જૂન 2025 છે. 19 જૂનના રોજ મતદાન થશે. જ્યારે 23 જૂન 2025ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા એકાદ મહિનાથી પ્રચાર શરુ કરી દીધો છે. 87- વિસાવદર મતદાર વિભાગમાં પુરુષ મતદારની સંખ્યા 135597 અને સ્ત્રી મતદારની સંખ્યા 125451 અને અન્ય મતદારની સંખ્યા 4 મળી કુલમતદાર 261052 નોંધાયા છે.
