Gir National Park Timings, Online Booking, Tickets Price: આજે, 3 માર્ચ 2025, વિશ્વ વન્યજીવન દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવી રહ્યો છે. આ ખાસ દિવસ વન્યજીવન, જૈવવિવિધતા અને પર્યાવરણના સંરક્ષણ માટે મહત્ત્વ ધરાવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2013માં આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી, અને તે પછીથી દર વર્ષે પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યાવરણ સંરક્ષકોએ આ દિવસે ખાસ આયોજન કરે છે.
આ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સાસણ ગીરમાં સ્થિત ગીર નેશનલ પાર્ક પહોંચ્યા હતા, જ્યાં તેમણે જંગલ સફારીનો આનંદ માણ્યો. ગીર નેશનલ પાર્ક એ એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી આશરો છે અને ભારતના મહત્વના વન્યજીવન અભયારણ્યોમાં એક છે.
This morning, on #WorldWildlifeDay, I went on a Safari in Gir, which, as we all know, is home to the majestic Asiatic Lion. Coming to Gir also brings back many memories of the work we collectively did when I was serving as Gujarat CM. In the last many years, collective efforts… pic.twitter.com/S8XMmn2zN7
— Narendra Modi (@narendramodi) March 3, 2025
આજે અમે તમને આ આર્ટિકલમાં ગીર નેશનલ પાર્કની વિશેષતાઓ, મુલાકાત માટે શ્રેષ્ઠ સમય, ટિકિટની કિંમત, એન્ટ્રી ફી, ઓનલાઈન બુકિંગ અને ત્યાં કેવી રીતે પહોંચવું તેની સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ.
ગીર નેશનલ પાર્ક – એશિયાઈ સિંહોનું એકમાત્ર આશરો
ગીર નેશનલ પાર્ક ભારતનું એકમાત્ર એવું અભયારણ્ય છે, જ્યાં એશિયાઈ સિંહો જોવા મળે છે. વન્યજીવન અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સ્થળ એક સ્વર્ગ સમાન છે. જો તમે સાહસ, પ્રકૃતિ અને જંગલની રોમાંચક સફરી માણવા ઈચ્છતા હો, તો ગીરની મુલાકાત ચોક્કસ લેજો!
ગીર જંગલની વિશેષતાઓ
- એશિયાઈ સિંહોનો એકમાત્ર વસવાટ – ગીર નેશનલ પાર્ક એ દુનિયાનું એકમાત્ર સ્થળ છે, જ્યાં 600થી વધુ એશિયાઈ સિંહો ખુલ્લા જંગલમાં વસે છે.
- વિવિધ વન્યજીવન – અહીં દીપડો, ચિત્તલ, સાંભર, શિયાળ, હાયના, મગર અને અનેક પ્રાણીઓ જોવા મળે છે.
- પક્ષી પ્રેમીઓ માટે સ્વર્ગ – ગીર 300થી વધુ પ્રજાતિના પક્ષીઓનું ઘર છે.
ગીર નેશનલ પાર્ક કેવી રીતે પહોંચવું?
- હવાઈ માર્ગ: જો તમે ફ્લાઇટ દ્વારા મુસાફરી કરવા માંગતા હો, તો રાજકોટ એરપોર્ટ ગીર નેશનલ પાર્કથી 160 કિમી દૂર છે, જ્યારે દીવ એરપોર્ટ માત્ર 110 કિમી દૂર છે. આ એરપોર્ટ્સથી તમે ટેક્સી અથવા બસ દ્વારા ગીર નેશનલ પાર્ક પહોંચી શકો છો.
- રેલ્વે માર્ગ: રેલ દ્વારા મુસાફરી કરવા માટે, નજીકનું રેલ્વે સ્ટેશન જૂનાગઢ છે, જે 80 કિમી દૂર છે અને વેરાવળ રેલ્વે સ્ટેશન 70 કિમી દૂર છે.
- રોડ માર્ગ: ગીર નેશનલ પાર્ક અમદાવાદ, રાજકોટ, સુરત અને દીવ સાથે રોડ માર્ગે સારી રીતે જોડાયેલું છે. તમે વ્યક્તિગત વાહન, ટેક્સી અથવા એસ.ટી. બસ દ્વારા પણ અહીં પહોંચી શકો છો.
ગીર નેશનલ પાર્ક સફારી સમય – Gir National Park Safari Time
- સવારે 06:00 થી 09:00
- સવારે 09:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી
- બપોરે 03:00 થી સાંજના 06:00 વાગ્યા સુધી
ગીર નેશનલ પાર્ક સફારી બુકિંગ એન્ટ્રી ફી – Gir National Park Safari Booking Tariff
- 4 સીટર જીપ (ભારતીય) – રૂપિયા 5500 / જીપ (એક જીપમાં મહત્તમ 4 એડલ્ટ અને 1 બાળકની મંજૂરી છે)
- 6 સીટર જીપ (ભારતીય) – રૂપિયા 6500 / જીપ (એક જીપમાં મહત્તમ 6 એડલ્ટ અને 1 બાળકની મંજૂરી છે)
- 8 સીટર જીપ (ભારતીય) – રૂપિયા 8000 / જીપ (એક જીપમાં મહત્તમ 8 એડલ્ટ અને 1 બાળકની મંજૂરી છે)
આ રીતે કરો ઓનલાઈન બુકિંગ
- સૌ પ્રથમ https://sasangirnationalpark.in/ વેબસાઇટ પર જાઓ.
- હવે તારીખ પસંદ કરો. (પ્રવાસના 3 મહિના પહેલા જંગલ સફારી બુક કરવાની સલાહ આપવામાં આવે છે)
- ટાઈમ સ્લોટ પસંદ કરો.
- એડલ્ટ અને બાળકોની સંખ્યા પસંદ કરો. (એક જીપમાં માત્ર 6 એડલ્ટ અને 1 બાળકને જ મંજૂરી છે)
- એ વ્યક્તિનું નામ એન્ટર કરો, જે સફારી બુક કરી રહ્યો છે.
- સાચો નંબર અને ઈમેલ આઈડી એન્ટર કરો.
- પછી એક પેજ ખુલશે, તે પેજ પર સંપૂર્ણ સરનામા સાથે તમે જે રાજ્યમાંથી આવી રહ્યા છો તે એન્ટર કરો. (નોંધ: સરનામું યોગ્ય રીતે ઉલ્લેખિત હોવું જોઈએ, તે તમે પ્રદાન કરી રહ્યાં છો તે ઓળખ સાથે મેળ ખાતું હોવું જોઈએ).
- હવે જીપમાં સફારી કરનાપમુસાફરોની વિગતો દાખલ કરો: જેમ કે આખું નામ, ઉંમર, જેન્ડર, રાષ્ટ્રીયતા, રાજ્ય, આઈડી પ્રૂફ અને આઈડી નંબર (ઓળખના પુરાવાની સંપૂર્ણ અને સાચી વિગતો ભરો, જો ખોટી હશે., તો બુકિંગ મંજૂર કરવામાં આવશે નહીં)
- જો તમારી જીપ સફારી કેટેગરી A માં બદલાય તો તમારે વધારાની ફી ચૂકવવી પડશે.
- અંતે ઉલ્લેખિત રકમની ચૂકવણી કરો.