Junagadh: મહાશિવરાત્રી મેળામાં સમગ્ર રાજ્ય તેમજ તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્રભરમાંથી શ્રદ્ધાળુઓનો ધસારો વધી રહ્યો છે, ત્યારે એસટી વિભાગ દ્વારા મિની બસ તેમજ મોટી બસ સહિતની 500 જેટલી દ્વારા સંચાલન થઈ રહ્યું છે.
જૂનાગઢ એસ.ટીના વિભાગીય નિયામક વી.બી ડાંગરે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી ભાવિકોનો ધસારો વધી રહ્યો છે.તેમજ તારીખ 14 અને 15 ના રોજ પણ ભાવિકોની જનમેદની ઉમટી પડવાની છે. જેને પગલે એસટી વિભાગ દ્વારા પરિવહનની સુવિધા વધારવામાં આવી છે.
જેલમુક્ત જયરાજ આહીર ફરીથી વિવાદમાંઃ શિવરાત્રી મેળામાં લક્ઝુરિયસ બસ લઈને પહોંચ્યો, વીડિયો વાયરલ થતાં કલેક્ટરના તપાસના આદેશ
ગત વર્ષે 50 મિની બસ રાખવામાં આવી હતી. તેની જગ્યાએ આ વખતે 85 મીની બસ રાખવામાં આવી છે. જ્યારે જિલ્લામાંથી આવતી મોટી બસોની સંખ્યા ગત વર્ષે 280 હતી, જેને આ વખતે વધારીને 330 કરવામાં આવી છે. આ સિવાય 70 વધારાની બસોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ કુલ 500 જેટલી બસોનું મહાશિવરાત્રી મેળા ના સંદર્ભે સંચાલન થઈ રહ્યું છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, મહાશિવરાત્રી મેળામાં એક્સ્ટ્રા બસ સંચાલનના લીધે આજ દિન સુધીમાં એસટી નિગમને 80 લાખ રૂપિયાની આવક થઈ છે.આ બસ સેવાનો એક લાખથી વધુ જેટલા ભાવિકોએ લાભ પણ લીધો છે.
જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે પણ યાત્રાળુઓ માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં ROનું પાણી, CCTV, દિવ્યાંગો ,મહિલાઓ માટે ખાસ કરીને હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો છે. જેનું સંચાલન મહિલા કરી રહ્યા છે. આ ઉપરાંત વાઘેશ્વરી પાર્કિંગ ખાતે પણ , વડીલો અને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં જુનાગઢ એસટી બસ સ્ટેન્ડ ખાતે પણ બે કાઉન્ટર રિઝર્વેશન માટે રાખવામાં આવ્યા છે.તેમજ કોઈ મુસાફરને જો કેસલેસ પેમેન્ટ કરવું હોય તો કયું આરની પણ સુવિધા ઉપલબ્ધ છે.
