Junagadh: મદ્રેસામાં બાળકો સાથે દુષ્કર્મ કરનાર મૌલાનાને ભગાડવામાં મદદ કરનાર ટ્રસ્ટી જેલ ભેગો,ધરપકડ બાદ મૌલાના 3 દિવસનાં રિમાન્ડ પર

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Tue 24 Oct 2023 04:05 PM (IST)Updated: Tue 24 Oct 2023 04:05 PM (IST)
junagadh-trustee-who-helped-chase-away-child-molester-maulana-bhego-jail-maulana-on-3-day-remand-after-arrest-220920

Junagadh News: માંગરોળ ખાતેના કાશીફુલ ઉલ્લુમ એજ્યુકેશન ટ્રસ્ટના મદ્રેસામાં મૌલાનાએ બાળકો પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી. જે બાદ પોલીસે મુખ્ય આરોપી મૌલાના અબ્બાસ સમેજાને 3 દિવસનાં રિમાન્ડ પર મેળવી આગળની તપાસ અને પુછપરછ કરવાની સાથે મદદગારી કરનાર ટ્રસ્ટી મુફ્તી સાહેબ દાઉદ ફકીરાને જેલ હવાલે કરી દીધો છે.

મદ્રેસામાં બાળક પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ શનિવારે થતા માંગરોળના મહિલા PSI એસ.એ. સોલંકીએ આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ વગેરે મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. જ્યારે મૌલાનાને મૌલાના અબ્બાસ સમેજાએ અડપલા કરી અને દુષ્કર્મ આચરી આ બાબતે કોઈને જાણ ક૨શે તો ફાંસી આપી મારી નાખવાની ધમકી આપી 3 બાળકો પર કૃત્ય આચર્યુ હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું.

આ કાંડ બહાર આવતા ટ્રસ્ટી મુફ્તી દાઉદ ફકીરાએ મૌલાના અબ્બાસને ભગાડવામાં મદદ કરી હતી. આથી તેની જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ અને માંગરોળ પોલીસે ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં અદાલતે તેને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

તપાસનીશ સીપીઆઈ એસ. આઇ. મધરાએ જણાવ્યું હતું કે, માંગરોળમાં વેરાવળ રોડ પર આવેલ મદ્રેસાના મૌલાના અબ્બાસ સમેજાને સોમવારે રિમાન્ડની માંગણી સાથે રજુ કરી 26 ઓકટોબર 3 દિવસનાં રિમાન્ડ પર મેળવવામાં આવેલા છે. મામલતદાર સમક્ષ રજુ કરી મૌલાનાની ઓળખ પરેડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન રિમાન્ડમાં આરોપીની સાથે અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તેમજ આ કૃત્યમાં બીજા કોઈએ મદદગારી કરી છે કે કેમ ઉપરાંત અત્યાર સુધીમાં કેટલાં બાળકોને ભોગ બનાવ્યા છે તે તમામ મુદ્દે મૌલાનાની પુછપરછ હાથ ધરવામાં આવશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.