Junagadh: 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો (Girnar Arohan Avrohan Competition) આજ રોજ 4 જાન્યુઆરીના રોજ સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા ફલેગ ઓફ કરી પ્રારંભ કરાવશે.
40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં રાજ્યભરના 1115 જેટલા સ્પર્ધકો ગરવા ગિરનારને સર કરવા માટે દોટ મુકશે.
રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સયુંક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધાનો સાસ્કૃતિક મંચ, મહંત મંગલનાથજીના આશ્રમ પાસે, ગિરનાર તળેટી, ભવનાથ ખાતેથી તા.4 જાન્યુઆરીના રોજ સવારે 6-45 કલાકે સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવશે.
આ પ્રસંગે જૂનાગઢ મહાનગરપાલિકા મેયર ધર્મેશભાઈ પોશિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ મહંત મંગલનાથજી આશ્રમ, ગિરનાર તળેટી ભવનાથ ખાતે બપોરે 1 કલાકે ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવશે.
આ વર્ષે ગિરનાર સ્પર્ધામાં 1115 સ્પર્ધકો નોંધાયા છે.જેમાં સિનિયર ભાઈઓ 513, જુનિયર ભાઈઓ 278, સિનિયર બહેનો 124, જુનિયર બહેનો 200 વિભાગ વાઈઝ ભાગ લેનાર છે. રાજ્યકક્ષાની આ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાને લઈને તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.
