CID ફેમ અભિનેતા અભય શુક્લા જૂનાગઢના પ્રાચીન ગરબામાં જોડાયા, કહ્યું- 'પાર્ટીપ્લોટમાં ગરબાના નામે ધંધા બંધ કરો'

CID ફેમ અભિનેતા અભય શુક્લાએ જૂનાગઢમાં પ્રાચીન ગરબા મહોત્સવ દરમિયાન પાર્ટીપ્લોટમાં ગરબાના આયોજનનો વિરોધ કર્યો. તેમણે ગરબે ઘુમવા જતી યુવતીઓને ડ્રેસિંગ સેન્સ પર ધ્યાન આપવા અને અયોગ્ય ડ્રેસ તથા ડીજે પર પ્રતિબંધ મૂકવાની સલાહ આપી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 19 Oct 2026 09:14 PM (IST)Updated: Mon, 19 Oct 2026 09:14 PM (IST)
cid-fame-abhay-shukla-attends-junagadh-ancient-garba-opposes-party-plot-garba-culture

Abhay Shukla Junagadh Garba: આજે માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીનું અંતિમ નોરતું છે, ત્યારે જૂનાગઢમાં પ્રાચીમ ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેલા CID ફેઈમ અભિનેતા અભય શુક્લાએ પાર્ટીપ્લોટમાં ગરબાના આયોજનનો વિરોધ કર્યો છે. આ સાથે જ તેમણે ગરબે ઘુમવા જતી દીકરીઓને પોતાના ડ્રેસ પર ધ્યાન રાખવા માટેની સલાહ આપી છે.

હકીકતમાં જૂનાગઢમાં વણિક સમાજ દ્વારા 'શક્તિ સ્પંદન 2026' નામે પ્રાચીન ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે અભિનેતા અભય શુક્લા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે પોતે પાર્ટી પ્લોટમાં કેમ નથી જતાં તેને લઈને મોટો ખુલાસો કર્યો છે.

અભય શુક્લાએ જણાવ્યું કે, મારા ઉપર પાકિસ્તાનથી આદિલ નામના યુવકનો ફોન આવ્યો હતો. જેણે મને કહ્યું હતું કે, નવરાત્રી દરમિયાન પાર્ટીપ્લોટોમાં અનેક ખોટા કામો થાય છે. આ સાંભળીને હું હચમચી ગયો અને મારી પાસે કોઈ જવાબ જ નહતો. આથી મે પાર્ટીપ્લોટમાં ક્યારેય ના જવાની પ્રતિજ્ઞા લીધી છે.

વધુમાં તેમણે વહીવટી તંત્રને આગ્રહ કર્યો છે કે, પાર્ટીપ્લોટના ગરબાનું નામ બદલીને માત્ર પાર્ટી જ કરી દેવું જોઈએ. દરેક સોસાયટીના રહીશોએ સાથે મળીને પ્રાચીન ગરબાનું આયોજન કરવું જોઈએ. જ્યાં કોઈ ટિકિટ કે સુરક્ષાની ચિંતા વિના સવાર સુધી લોકો નિરાંતે ગરબે ઘુમી શકે છે.


DJ અને અયોગ્ય ડ્રેસ પર ઉત્તર પ્રદેશની જેમ પ્રતિબંધ મૂકો

અભિનેતાએ પાર્ટીપ્લોટમાં જતી માતા-બહેનોને પોતાના ડ્રેસિંગ સેન્સમાં બદલાવ લાવવાની વિનંતી કરતા ઉત્તર પ્રદેશની યોગી સરકારે લગાવેલા પ્રતિબંધોનું ઉદાહરણ આપ્યું છે. અભય શુક્લાએ પાર્ટીપ્લોટમાં ગરબા વખતે પહેરાતા અયોગ્ય ડ્રેસ અને DJ પર કડક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. જેથી મહિલાઓની સુરક્ષા જળવાઈ રહેશે અને સનાતન સંસ્કૃતિનું રક્ષણ થશે.