CID Fame Dinesh Phadnis Passes Away: ટીવી સીરિયરલ CID ફેમ દિનેશ ફડનીસનું નિધન થયું છે. દિનેશે 57 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. દિનેશને રવિવારે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, તેમને હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ અભિનેતા દયાનંદ શેટ્ટીએ ત્યારબાદ કહ્યું કે દિનેશ લિવર ડેમેજથી પીડિત છે. ચાહકો તેના સાજા થવા માટે ખૂબ પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ કોઈની પ્રાર્થના કામ ન કરી અને દિનેશે દુનિયાને અલવિદા કહ્યું છે.
આજે અંતિમ સંસ્કાર થશે
અભિનેતાના અંતિમ સંસ્કાર મુંબઈમાં જ કરવામાં આવશે. CIDની સમગ્ર કાસ્ટ તેમને શ્રદ્ધાંજલિ આપવા આવશે. ઈ ટાઈમ્સ સાથે વાત કરતા સીઆઈડી એક્ટર દયાનંદ શેટ્ટીએ જણાવ્યું કે દિનેશનું રાત્રે લગભગ 12 વાગે મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના લીધે મૃત્યુ થયું હતું. હું તેમના ઘરે જ છું. CIDની આખી ટીમ અહીં હાજર છે. ઉલ્લેખનીય છે કે, દિનેશ સીઆઈડીમાં ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સની ભૂમિકા ભજવતા હતા. સીઆઈડીમાં તેમનું પાત્ર ખૂબ પસંદ કરવામાં આવ્યું કારણ કે તે ઘણી કોમેડી કરતા હતા. આ સમાચારથી ચાહકોને મોટો આંચકો લાગ્યો છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
RIP #CID's Fredericks aka #DineshPhadnis? pic.twitter.com/AsNz5Q2NoZ
— Bollywoodirect (@Bollywoodirect) December 5, 2023
આ રીતે તબિયત વણસી
આ પહેલા પિંકવિલા સાથે વાત કરતા દયાનંદે કહ્યું હતું કે, દિનેશને હાર્ટ એટેક નથી આવ્યો પરંતુ લિવર ડેમેજ થવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત અત્યંત નાજુક હતી. દિનેશ ખરેખર કંઈક અન્ય બીમારી માટે સારવાર લઈ રહ્યા હતા અને તે દવાઓએ તેમના લીવરને અસર કરી. તમે ક્યારેય જાણતા નથી કે તમારી એક સારવાર માટેની દવા તમને બીજી સમસ્યા ક્યારે દે છે. આપણે ખૂબ કાળજી લેવી જોઈએ.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
