Rivaba Jadeja Video: ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા છેલ્લા કેટલાક દિવસથી પોતાની ઈંજરી અને પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. હાલમાં જ રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહએ એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો. જે બાદથી હલચલ મચી ગઈ હતી. જેમાં તેમને વહુ રિવાબા પર ઘણા આક્ષેપો કર્યા હતા. આ ઈન્ટરવ્યૂ બાદ રવિન્દ્ર જાડેજાએ પણ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી. ત્યારે હવે રિવાબાનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, રિવાબાને સસરાને લઈને પ્રશ્ન પૂછવામાં આવતા તેઓ ગુસ્સે ભરાઈ જાય છે.
Ravindra Jadeja's wife, Rivaba, looses cool after a reporter asked about accusations. She urged the reporter to approach her directly rather than discuss such matters in a public setting.
— Vipin Tiwari (@Vipintiwari952_) February 12, 2024
She said “Why are we here today? You can contact me directly if you want to know about it” pic.twitter.com/MSW0liRZfd
હાલમાં જ જામનગરમાં પ્રધાનમંત્રી આવાસ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા હાજર રહ્યા હતા. જે દરમિયાન તેમને સસરાને લઈને પ્રશ્ન પૂછવામાં આવતા રિવાબા ગુસ્સે ભરાઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, 'આજે આપણે શા માટે ભેગા થયા છે. તેના માટે તમે મારો વ્યક્તિગત સંપર્ક કરી શકો છો.' આ દરમિયાન રિવાબાના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટપણે જોઈ શકાતો હતો.
અનિરુદ્ધ સિંહના ઈન્ટરવ્યૂ બાદ રવિન્દ્ર જાડેજાએ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'હાલમાં એક મીડિયામાં અપાયેલા વાહિયાત ઇન્ટરવ્યૂમાં જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે. એક પક્ષે કહેવાયલી વાત છે. જેને હું નકારૂ છું. મારાં ધર્મપત્નીની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે ખરેખર નિંદનીય તેમજ અશોભનીય છે. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારું છે. આભાર.'
આ પણ વાંચો
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.