Jamnagar: સચાણા ગામે પાડોશીઓ વચ્ચેનો ઝઘડો ઉગ્ર બન્યો, બે સગા ભાઈઓ પર એસિડ એટેકથી અફરાતફરી

જામનગરના સચાણા ગામમાં પાડોશીઓના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બે સગા ભાઈઓ પર એસિડ હુમલો થયો. ઈજાગ્રસ્ત ભાઈઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસ કાર્યવાહી ચાલી રહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 25 Sep 2026 10:45 PM (IST)Updated: Fri, 25 Sep 2026 10:45 PM (IST)
jamnagar-news-acid-attack-on-two-brothers-in-sachana-village-local-crime-news
HIGHLIGHTS
  • વિસાવદરમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પરિણીતાની હત્યા, આરોપીનો આપઘાતનો પ્રયાસ

Jamnagar Acid Attack: જામનગર તાલુકાના સચાણા ગામમાં બપોરના સમયે નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં બે સગાભાઈઓ પર એસિડ એટેક કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સચાણા ગામમાં આજે બપોરે નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન અફસાર અનવર કકલ (ઉ.વ.21) તથા તેના ભાઈ સમીર અનવર કકલ (ઉ.વ.19) ઉપર એસિડ વડે હુમલો કરવામાં આવતા સ્થળ પર અફરાતફરી મચી જવા પામી હતી.

આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. જે બાદ બન્ને ઈજાગ્રસ્ત ભાઈને સારવાર અર્થે જી.જી. હોસ્પિટલ ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિસાવદરમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પરિણીતાની હત્યા, આરોપીનો આપઘાતનો પ્રયાસ

વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામના વાડી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સુમિતાબેન ચંદ્રસિંહ ઉર્ફે રાણાભાઈ ગોહિલ પર અજાણ્યા શખસે તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ગંભીર ઘા ઝીંકી દીધા હતા, જેથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ વિસાવદર પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને કબજે કરી તપાસ શરૂ કરી હતી.

પ્રાથમિક તપાસમાં પ્રેમપરાના જ અરજણભાઈ ભાડેલિયા (42) નામના શંકાસ્પદ શખસનું નામ સામે આવ્યું છે. મહિલાની હત્યા કર્યા બાદ અરજણે પણ ઝેરી દવા પી લેતાં તેની તબિયત લથડી હતી, જેથી તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો છે.