જામનગર મનપા એક્શન મોડમાં, ઇસ્કોન મંદિર સામે મેગા ડિમોલિશન; કરોડોની જમીન દબાણમુક્ત થશે

16 જેટલા ગેરકાયદેસર વ્યવસાયિક બાંધકામ જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 03 May 2026 01:44 PM (IST)Updated: Sun, 03 May 2026 01:44 PM (IST)
jamnagar-mega-demolition-of-illegal-encroachment-near-iskcon-temple
HIGHLIGHTS
  • જામનગરમાં મેગા ડિમોલેશન
  • ઇસ્કોન મંદિર સામે કાર્યવાહી
  • 1.20 લાખ ચો.ફૂટ જમીન મુક્ત

Jamnagar Demolition News: લોકશાહીનો પર્વ એટલે કે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ જામનગર મહાનગર પાલિકા તંત્ર ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળ્યું છે. શહેરના ઇસ્કોન મંદિર સામેના મુખ્ય માર્ગ પર જામનગર મનપા દ્વારા સવારથી જ મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

1.20 લાખ ચોરસ ફૂટ જમીન ખુલ્લી થશે

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવેલી આ મેગા ડ્રાઇવ અંતર્ગત આશરે 1.20 લાખ ચોરસ ફૂટ જેટલી વિશાળ સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ જમીન શહેરી ગરીબોના આવાસ યોજના માટે ફાળવવામાં આવી છે, જેના પર દબાણકારોએ કબજો જમાવ્યો હતો. તંત્રની આ કડક કાર્યવાહીમાં કુલ 16 જેટલા ગેરકાયદેસર વ્યવસાયિક બાંધકામ જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.

naidunia_image

પોલીસ અને મનપાની મોટી ફોજ મેદાને 

આટલા મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી માટે જામનગર મહાનગરપાલિકા તંત્રએ પોલીસ વિભાગને સાથે રાખીને પૂરેપૂરી તૈયારી કરી રાખી હતી. આ ઓપરેશન દરમિયાન લાખો-કરોડોની કિંમતની સરકારી જમીન પર ઊભા કરાયેલા ગેરકાયદે બાંધકામોનો સોથ વાળી દેવામાં આવ્યો હતો.

  • મશીનરી: ગેરકાયદે બાંધકામો તોડી પાડવા અને કાટમાળ દૂર કરવા 8 JCB મશીન અને 6 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
  • કર્મચારીઓ: એસ્ટેટ શાખા, લાઈટ, ફાયર, સ્લમ અને સિક્યુરિટી વિભાગના આશરે ૫૦થી વધુ કર્મચારીઓનો કાફલો આ સ્થળ પર ત્રાટક્યો હતો.
  • સુરક્ષા વ્યવસ્થા: કામગીરી દરમિયાન વીજ લાઈનને કારણે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેની સાવચેતીના ભાગરૂપે PGVCL ટીમ પણ ઘટના સ્થળ પર સતત હાજર રહી હતી.

સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ ચાલી રહેલી જામનગર મહાનગરપાલિકાની આ કડક કાર્યવાહીના પગલે શહેરના અન્ય દબાણકારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. શહેરી ગરીબો માટેની જમીન ખુલ્લી કરાવવાના આ પગલાંને લોકો દ્વારા પણ આવકારવામાં આવી રહ્યું છે.