Jamnagar: શહેરના રણજીત સાગર રોડ પર આવેલ જાણીતા ફોરેસ્ટ રિસોર્ટમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લગ્ન પ્રસંગના માહોલ વચ્ચે આગ લાગતા રિસોર્ટ માલિક અને સ્ટાફ સહિત મહેમાનોમાં પણ દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ લાખો રૂપિયાની મિલકત બળીને ખાખ થઈ ગઈ છે.
આગ એટલી પ્રચંડ હતી કે જોતજોતામાં તેણે રિસોર્ટના રસોડાના ભાગને તેમજ બહારના ભાગે કરવામાં આવેલી બેઠક વ્યવસ્થાને લપેટમાં લઈ લીધી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આગને કારણે રિસોર્ટનું ફર્નિચર અને રસોડાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. પ્રાથમિક અંદાજ મુજબ આ દુર્ઘટનામાં લાખોનું નુકસાન થયું હોવાનું અનુમાન છે.
Rajkot: ખોડલધામ દશાબ્દી મહોત્સવ 2027ની જાહેરાત, કાગવડ ખાતે આયોજિત ત્રિ-દિવસીય કાર્યક્રમોની રૂપરેખા જાહેર
ઘટના સમયે રિસોર્ટમાં લગ્ન પ્રસંગ ચાલુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખુશીના માહોલ વચ્ચે અચાનક ધુમાડાના ગોટા અને આગની જ્વાળાઓ દેખાતા લોકો સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. જોકે, સમયસૂચકતા વાપરતા મોટી દુર્ઘટના ટળી હતી.આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના ઘટી હોવાની આશંકા સેવાઈ રહી છે.
