Rakshabandhan Gift: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહિલા ધારાસભ્યોને રક્ષાબંધન પર્વની એક મહત્વપૂર્ણ ભેટ રૂપે વિકાસલક્ષી કામો માટે કુલ 28 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય વિધાનસભામાં જનપ્રતિનિધિત્વ કરતાં શહેરી ક્ષેત્રના નવ અને ગ્રામ્ય વિસ્તારના પાંચ મળી કુલ 14 મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને રૂપિયા 2 કરોડની વિકાસલક્ષી ગ્રાન્ટ તેમના મતવિસ્તારોમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણય અનુસાર ફાળવવામાં આવશે.
આ પણ વાંચો
મહિલા ધારાસભ્યોને ફાળવવામાં આવનારી આ વિશેષ ગ્રાન્ટનો ઉપયોગ પોતાના મત વિસ્તારની રોડ રસ્તાની માળખાકીય સુવિધાઓની પ્રાથમિક જરૂરિયાતોને અનુરૂપ વિકાસલક્ષી કામો માટે થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિતલક્ષી અભિગમના પરિણામે સંબંધિત મહિલા ધારાસભ્યોના મત ક્ષેત્રોમાં કનેક્ટિવિટી વધુ સરળ બનશે.
હું મુખ્યમંત્રીનો સહ્રદય આભાર માનું છુંઃ રિવાબા જાડેજા
આ અંગે કેબિનેટ મંત્રી અને જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ જણાવ્યું કે, રક્ષાબંધન પર્વ નિમિત્તે સરકાર તરફથી અમે સવિશેષ ભેટ મળી છે. ખાસ કરીને મહિલા ધારાસભ્યોને 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે, તેના માટે હું મુખ્યમંત્રીનો સહ્રદય આભાર માનું છું. આ ગ્રાન્ટનો ઉપયોગ રોડ-રસ્તા અને ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે અંતરિયાળ વિસ્તારમાં લોકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે કરવામાં આવશે.
