Gandhinagar: ગુજરાતના વહીવટી માળખાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી સરકાર દ્વારા આજે બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર, રાજ્યના 16 સિનિયર સ્કેલના GAS (ગુજરાત વહીવટી સેવા) અધિકારીઓની સામૂહિક બદલી અને નિમણૂંક કરવામાં આવી છે. બીજી તરફ નિવૃત્ત IAS અધિકારી મુકેશ પુરીના કાર્યકાળમાં બે વર્ષનો વધારો કરી તેમને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
GAS કેડરના અધિકારીઓની નવી નિમણૂંકો
રાજ્ય સરકારે વહીવટી પ્રક્રિયામાં વેગ લાવવા માટે 16 જેટલા સિનિયર અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપી છે, જે પૈકીના મુખ્ય ફેરફારો નીચે મુજબ છે:
આ પણ વાંચો
- આર.કે. વાંગવાણી: ડેપ્યુટી કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓના કમિશનરની કચેરી.
- વી.સી. બાગુલ: જનરલ મેનેજર, ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડ.
- કે.વી. ગામીત: સંયુક્ત નિયામક, અન્ન અને નાગરિક પુરવઠો, સુરત.
- એચ.એમ. સોલંકી: OSD, ટુરીઝમ કોર્પોરેશન, ગાંધીનગર.
- આર.એન. ગબાણી: ચીફ પર્સનલ ઓફિસર (ગ્રામીણ), નેશનલ હેલ્થ મિશન, ગાંધીનગર.
- ડી.વી. વિઠ્ઠલાણી: સંયુક્ત કમિશનર, સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સી, વડોદરા.
- એ.ડી. વણઝારા: ડાયરેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), પાટણ.
મુકેશ પુરી સરદાર સરોવર નર્મદા નિગમના સુકાની રહેશે
વહીવટી કુશળતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નિવૃત્ત IAS અધિકારી મુકેશ પુરી પર ફરી વિશ્વાસ મૂક્યો છે. તેઓ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત રહેશે.
તેમનો આ નવો કાર્યકાળ 01 ફેબ્રુઆરી 2026 થી શરૂ થઈ આગામી બે વર્ષ સુધી અથવા સરકારના આગામી આદેશ સુધી અમલી રહેશે. આ નિમણૂંક ફેબ્રુઆરી 2024 ના ઠરાવની શરતોને આધીન રહેશે.
એક તરફ અનુભવી IAS અધિકારીને રિપીટ કરીને સરકારે નર્મદા પ્રોજેક્ટ જેવી મહત્વની કામગીરીમાં સાતત્ય જાળવ્યું છે, તો બીજી તરફ GAS અધિકારીઓની બદલી દ્વારા સ્થાનિક અને રાજ્ય સ્તરના વિભાગોમાં નવી ઉર્જા ફૂંકવાનો પ્રયાસ કર્યો છે.
