GSRTC Recruitment 2026: 'તૈયારી શરૂ કરી દો.!' એસ.ટી. વિભાગમાં ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરની 9 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી થશે

આવતા નાણાંકીય વર્ષમાં એસ.ટીમાં 4485 કંડક્ટર, 2263 ડ્રાઈવર અને 2344 હેલ્પરોની બમ્પર ભરતી કરવામાં આવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 09 May 2026 02:28 AM (IST)Updated: Sat, 09 May 2026 02:28 AM (IST)
job-alert-gsrtc-recruitment-2026-gujarat-st-corporation-to-hire-9000-new-staff
AI Image
HIGHLIGHTS
  • GSRT બોર્ડની મિટિંગમાં મુસાફરોની સુવિધા ખાતર લેવાયો મોટો નિર્ણય
  • કોરોનામાં ઑન ડ્યૂટી અવસાન પામેલા કર્મચારીઓના પરિવારને રૂ.25 લાખની સહાય ચૂકવાશે

GSRTC Recruitment 2026: જે યુવાનો ગુજરાત એસ.ટી. નિગમમાં નોકરી કરવા માંગતા હોય, તો તેમના માટે એક સારા સમાચાર છે. હકીકતમાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધા વધારવા માટે આવતા નાણાંકીય વર્ષ દરમિયાન ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરની મળીને કુલ 9 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી માટે મંજૂરી મળી ગઈ છે.

અત્યારે ગુજરાત એસ.ટી. વિભાગમાં અલગ-અલગ પોસ્ટ માટે 6671 જગ્યાઓ ખાલી પડી છે. એક તરફ મુસાફરોનો ધસારો સતત વધી રહ્યો છે, તો બીજી તરફ ખાલી જગ્યા હોવા છતાં લાંબા સમયથી ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી નથી કરવામાં આવી. જેના પરિણામે પરિવહનની સેવાઓ પર અસર થઈ રહી છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને GSRTCની બોર્ડ મિટિંગમાં આગામી સમયમાં 2263 ડ્રાઈવર, 4485 કંડક્ટર અને 2344 હેલ્પરોની નવી જગ્યાઓ પર ઝડપથી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નવા કર્મચારીઓને તાલીમ આપ્યા બાદ વિવિધ ડેપોમાં ફરજ ફાળવવામાં આવશે.

કોરોના કાળમાં અવસાન પામેલા કર્મચારીના પરિવારને સહાય ચૂકવાશે

આ ઉપરાંત કોરોના કાળમાં ઑન ડ્યૂટી અવસાન પામેલા 118 કર્મચારીઓના પરિવારને લઈને પણ એસ.ટી નિગમ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આવા કર્મચારીઓના પરિવારને આર્થિક સહાય માટે રૂ. 25 લાખનું વળતર આપવામાં આવશે.