How To Change Address in Ration Card: રેશનકાર્ડમાં સરનામું કેવી રીતે બદલવું? જાણો ઓનલાઈન – ઓફલાઈન અરજી પ્રક્રિયા

સરનામામાં ફેરફાર કરવાથી તમે જે વિસ્તારમાં સ્થળાંતર કાર્યું છે તે વિસ્તરમાં સસ્તાભાવની દુકાનેથી સરળતાથી અનાજ મળી શકે છે. તો રેશનકાર્ડમાં સરનામામાં કેવી રીતે ફેરફાર કરવો તે જાણો.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Wed 08 Jan 2025 05:12 PM (IST)Updated: Wed 08 Jan 2025 05:12 PM (IST)
how-to-change-address-in-ration-card-how-to-change-address-in-ration-card-know-online-offline-application-process-457315

How To Change Address in Ration Card: તમે કોઈ પણ જગ્યાએ ઓનલાઇન અરજી કરશો તો તેમાં સરનામાં તેમજ અન્ય પુરાવા માટે રેશન કાર્ડની જરૂર પડતી હોય છે. પરંતુ ઘણા લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ કાયમી સ્થળાંતર કરે છે. તો કાયમી સ્થળાંતર કરવાથી રેશનકાર્ડમાં સરનામું સુધારવું પડે છે. સરનામામાં ફેરફાર કરવાથી તમે જે વિસ્તારમાં સ્થળાંતર કાર્યું છે તે વિસ્તરમાં સસ્તાભાવની દુકાનેથી સરળતાથી અનાજ મળી શકે છે. તો રેશનકાર્ડમાં સરનામામાં કેવી રીતે ફેરફાર કરવો તેમજ તેના માટે અરજી કેવી રીતે કરવી તેના વિશે સંપૂર્ણ માહિતી જાણો… …

રેશન કાર્ડમાં સરનામું બદલવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ

  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • વ્યાજબી ભાવની દુકાનદારનો રદ કરેલ રેશનકાર્ડમાં સિક્કો
  • આધારકાર્ડ અથવા ચૂંટણીકાર્ડ
  • જ્યાં સરનામું બદલ્યું હોય તે રહેઠાણનો પુરાવો

રેશન કાર્ડમાં સરનામું બદલવા ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?

  • અરજદારે સૌપ્રથમ ઓફલાઈન અરજી ફોર્મ ભરવું પડશે.
  • આ ફોર્મમાં જરૂરી વિગત જેવી કે નામ,સરનામું વગેરે જેવી વિગતો ભરવાની રહશે.
  • આ વિગતો ભર્યા પછી ઉપર જણાવ્યા મુજબના ડોકયુમેન્ટની નકલ બીડવાની રહશે તેમજ ઓરીજનલ ડોકયુમેન્ટ પણ લઈ જવાના રહશે.
  • આ ફોર્મ તમારા તાલુકા પંચાયતમાં જઈને આપવાનું રહેશે. ત્યાર પછી એક કે બે દિવસો પછી રેશનકાર્ડમાં નામ કમી થઈ જશે.

રેશનકાર્ડ માં સરનામું બદલવાં ઓનલાઈન અરજી પ્રક્રિયા

  • રેશનકાર્ડ માં સરનામું બદલવાં માટે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો જે નીચે મુજબ છે:
  • સૌ પ્રથમ ડિજિટલ ગુજરાત ઓફિશ્યિલ વેબસાઈટ https://www.digitalgujarat.gov.in/frmMain1.aspx ઓપન કરો.
  • જે બાદ સર્વિસમાં જાવ અને ત્યાં Citizen Service પર ક્લિક કરવાનું રહેશે.
  • જે બાદ Change in Address and other details in Ration card પર ક્લિક કરવાનું રહેશે.
  • જે બાદ અરજી નંબર જનરેટ થશે અને Continue પર ક્લિક કરવાનું રહેશે.
  • ઉપર જણાવ્યા મુજબ બધી જ વ્યક્તિગત માહિતી ને આગળ પ્રોસેસ કરવાની રહશે.
  • ત્યાર પછી લાસ્ માં આધાર કાર્ડ વેરીફાય કરીને સબમિટ કરવાનું રહેશે.
  • ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કરીને તેની સાથે બીજા ડોકયુમેન્ટ જોડીને મામલદાર કચેરીએ જવાનું રહેશે.

જો તમે ઓનલાઈન અરજી ના કરી શકતા હોવ તો એનરોલમેન્ટ સેન્ટરમાં ઓફલાઈન પણ ફોર્મ ભરીને રેશન કાર્ડ મેળવી શકો છો.