ગુજરાત બજેટ 2027-28: રાજ્ય સરકારે શરૂ કરી મોટી તૈયારીઓ, 26 વિભાગો પાસે મગાવ્યો સ્પષ્ટ અહેવાલ

ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા વર્ષ 2027-28ના બજેટ નિર્માણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 15 Oct 2026 08:30 AM (IST)Updated: Thu, 15 Oct 2026 08:30 AM (IST)
gujarat-budget-2027-28-finance-department-guidelines-26-departments-report

Gujarat Budget 2027-28 Preparation: ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા નાણાકીય વર્ષ 2027-28નું રાજ્ય સરકારનું બજેટ બનાવવાની પ્રારંભિક પ્રક્રિયા સત્તાવાર રીતે શરુ કરી દેવામાં આવી છે. જયારે બજેટ નિર્માણની પ્રક્રિયા સાથે જોડાયેલા નાણા વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપવા માટે પ્રથમ પ્રાથમિક સમજણ વર્કશોપ સફળતાપૂર્વક યોજાઈ ગયો છે. આ સાથે જ વિભાગીય સ્તરે ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ચર્ચા અને વિચારણાની બેઠકો પર આરંભ થઈ ગઇ છે.

26 વિભાગો પાસેથી મગાવાઈ માહિતી

પ્રાપ્ત અહેવાલ પ્રમાણે, રાજ્ય સરકારના મહત્વના 26 વિભાગોના વડાઓને પત્ર લખીને નવા બજેટ માટે જરૂરી વિગતો મંગાવાઈ છે. નવા બજેટમાં ચાલુ રહેનારી યોજનાઓ અને સૂચિત નવી બાબાતોની નિયત પરફોર્મા રજૂ કરવાનો રહેશે. નાણા વિભાગે બજેટની જોગવાઈઓ અને યોજનાઓ માટે કેટલાક મહત્વના માપદંડ રજૂ કર્યા છે.

જ્યારે જો અગાઉના વર્ષે કોઈ ચાલુ યોજનાની અંદર 20 ટકા કરતાં ઓછો ખર્ચ થયો હશે, તો તેનો ઓછો ખર્ચ થવા પાછળના યોગ્ય અને વાજબી કારણો ચકસ્યા બાદ જ તેને આગામી બજેટમાં ચાલુ બાબત તરીકે જગ્યા મળશે. જો વર્ષ 2026-27ની ચાલુ યોજનાઓ માટે જો 2027-28માં રુ.100 કરોડ સુધીની જોગવાઈ થતી હોય તો તે આગળના વર્ષ કરતા 25 ટકા વધારે હોય, તો નાણાકીય સલાહકારના પરામર્શથી ચાલુ બાબતોમાં સામેલ કરી શકાશે.

નવી ભરતી માટે ફરજિયાત રિપોર્ટ

રાજ્ય સરકારના તમામ વિભાગો દ્વારા મૂકવમાં આવતી નવી બાબતો માટે નાણાં વિભાગે આકરા નિયમો નક્કી કર્યા છે. જેમાં નવી જગ્યાઓ મંજૂર કરવા માટે વિભાગે રિસ્ટ્રક્ચરિંગ કરીને તેનો ફરજિયાત રિપોર્ટ રજૂ કરવો પડશે, નિયમિત પગાર ધોરણ સિવાયની આઉટસોર્સ્ડ કે કરાર આધારિત ભરતીઓ માટે પણ અલગથી રિપોર્ટ આપવો પડશે. નવા કેપિટલ વર્ક્સ, નવાં વાહનોની ખરીદી, આઈટી (IT) કોમ્પોનન્ટ્સ તેમજ નવી મશીનરીની ખરીદી માટે પણ વિભાગો પાસે ખાસ નિયત ફોર્મમાં વિસ્તૃત માહિતી માગવામાં આવી છે.