Gandhinagar: ગુજરાત કેડરના 2015 બેચના IAS અધિકારી રાજેન્દ્રકુમાર એમ. પટેલને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડાયરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ દ્વારા મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરાયા બાદ સરકાર દ્વારા આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.
ન્યૂ દિલ્હી સ્થિત HIU-3 શાખા દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ નોંધાયેલા ગુના સંદર્ભે તપાસ ચાલી રહી હતી. આ તપાસના ભાગરૂપે ગત તારીખ 02/01/2016ના રોજ રાજેન્દ્રકુમાર પટેલની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હાલમાં તેમની સેવાઓ સામાન્ય વહીવટ વિભાગ હસ્તક હતી.
આ પણ વાંચો
જ્યારે કોઈ સરકારી અધિકારી 48 કલાકથી વધુ સમય માટે પોલીસ અથવા કસ્ટડીમાં રહે છે, ત્યારે તેમને 'ડીમ્ડ સસ્પેન્શન' (માની લીધેલ મોકૂફી) હેઠળ મૂકવામાં આવે છે. રાજેન્દ્રકુમાર પટેલ 2 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી EDની કસ્ટડીમાં હોવાથી ઓલ ઇન્ડિયા સર્વિસીસ (શિસ્ત અને અપીલ) નિયમો, 1969ના નિયમ 3(2) હેઠળ તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરાયો છે.
