Somnath Swabhiman Parv: ગુજરાતના 243 શિવ મંદિરોમાં 72 કલાક અને 1000 શિવ મંદિરોમાં એકદિવસીય ઓમકાર જાપ અને કીર્તનનું આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર અને પ્રદેશ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અસારવા ખાતે અવિરત 72 કલાક ચાલનારા ઓમકારનાદ મંત્ર ધ્વનિ કાર્યક્રમમાં સહભાગી થયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 08 Jan 2026 04:15 PM (IST)Updated: Thu, 08 Jan 2026 04:15 PM (IST)
gandhinagar-news-organization-of-72-hours-omkar-chanting-and-kirtan-in-243-shiva-temples-of-gujarat-somnath-swabhiman-parv
HIGHLIGHTS
  • આજથી ગુજરાત સહિત દેશભરમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નો પ્રારંભ
  • મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્થિત ધોળેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા કરી

Gandhinagar: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા હેઠળ ગુજરાત સહિત દેશભરમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘નો (Somnath Swabhiman Parv) આજથી શુભારંભ થયો છે.

એક હજાર વર્ષ પૂર્વે સોમનાથ મંદિરે મહમૂદ ગઝનવી દ્વારા કરાયેલું ઇતિહાસનું પહેલું આક્રમણ સહન કર્યું હતું. જે બાદ થયેલા અનેક હુમલાઓ પણ દેશવાસીઓની શાશ્વત આસ્થા અને શ્રદ્ધાને ડગાવી શક્યા નહી અને તેના પરિણામે ભારતની સાંસ્કૃતિક એકતાની ભાવનાની પ્રતીતિ કરાવતું ગગનચુંબી સોમનાથ મંદિર આજે આપણી સમક્ષ ઊભું છે.

‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત પૌરાણિક ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવની પૂર્જા અર્ચના કરી સૌના મંગલ માટે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

naidunia_image

મુખ્યમંત્રીએ ધોળેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણમાં 72 કલાક સુધી ચાલનારા ઓમકારનાદ મંત્ર ધ્વનિ કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ ડો. આશિષકુમાર દવે, મેયર મીરાબેન પટેલ, ધારાસભ્યઓ સહિત સંગઠનના પદાધિકારીઓ અને આગેવાનો, કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

naidunia_image

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર, અસારવા, અમદાવાદ ખાતે દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શિશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક પૂજા કરી સર્વજનના કલ્યાણની કામના કરી હતી. જગદીશભાઈ વિશ્વકર્માએ મોટી સંખ્યામાં નગરજનો અને શિવભક્તોની ઉપસ્થિતિમાં અવિરત 72 કલાક ચાલનારા શિવ ધુન અને કીર્તનના કાર્યક્રમમાં સહભાગી થયા હતાં.

naidunia_image

‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ અંતર્ગત તા. 8 થી 11 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના 243 શિવ મંદિરોમાં 72 કલાક અને 1000 શિવ મંદિરોમાં એકદિવસીય ઓમકાર જાપ અને કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો, સ્થાનિક સંગઠન અને ચૂંટાયેલી પાંખ સહિત ભાજપાના કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાશે.