Summer Vacation 2026: ગુજરાતની શાળાઓમાં વેકેશન વધુ 10 દિવસ લંબાવવાની માંગ, મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરાઈ

ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને ઈંધણની અછતનો ઉલ્લેખ કરવામાં આવ્યો. આ સાથે જ વિદ્યાર્થીઓને ઑનલાઈન શિક્ષણ માટે સ્કૂલોને નિર્ણય લેવાની છૂટ આપવાની માંગ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 27 May 2026 09:31 PM (IST)Updated: Wed, 27 May 2026 09:31 PM (IST)
gandhinagar-news-demand-to-extend-summer-vacation-in-gujarat-schools-by-10-more-days
AI Image
HIGHLIGHTS
  • રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો
  • સ્કૂલો 8 જૂનની જગ્યાએ 19 જૂનથી શરૂ કરવાની માંગ કરવામાં આવી

Summer Vacation 2026: મે મહિનાની શરૂઆતથી જ સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આગામી દિવસોમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેના પગલે રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા ઉનાળું વેકેશન લંબાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.

8 જૂનથી શરૂ થતીં સ્કૂલોને 19 જૂનથી ખોલવામાં આવે

રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, અત્યારે ગુજરાતના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આકરા તાપમાં નાના બાળકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.

અગાઉ કરવામાં આવેલી જાહેરાત મુજબ, સ્કૂલો 8 જૂનથી શરૂ થવાની હતી. જો કે પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા વેકેશનમાં 10 દિવસનો વધારો કરવામાં આવે. તેમજ સ્કૂલો 19 જૂનથી શરૂ કરવા વિનંતી કરવામાં આવી છે.

સ્કૂલોને ઑનલાઈન અભ્યાસ કરાવવા માટે છૂટ અપાય

વેકેશન લંબાવવા પાછળના કારણોમાં મહામંડળે ખાડી યુદ્ધના પગલે ઉદ્દભવેલી પેટ્રોલ-ડીઝલની અછતનો ઉલ્લેખ કરતાં પત્રમાં જણાવ્યું છે કે, સ્કૂલના ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સાથે સંકળાયેલા રિક્ષા અને વાનના માલિકોને પણ ઈંધણની અછત સતાવી રહી છે. આવી સ્થિતિમાં મહામંડળ દ્વારા અન્ય કેટલીક દરખાસ્તો મૂકવામાં આવી છે.

naidunia_image

જેમાં KGથી ધોરણ 5ના બાળકો માટે અઠવાડિયામાં માત્ર 5 દિવસ, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે અઠવાડિયામાં માત્ર 3 દિવસ અને ધો.9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણનો નિર્ણય લેવામાં આવે.